મોસ્કો, રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ ૨ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન બંને પક્ષોના લાખો લોકોએ જીવ ગુમાવ્યા છે. આમ છતાં કોઈપણ રીતે યુદ્ધ અટકે તેવી કોઈ શકયતા જણાતી નથી. જો કે, આ દરમિયાન રશિયન રાષ્ટર્રપતિ વ્લાદિમીર પુતિને વિદેશી નાગરિકો માટે એક ઓફરની જાહેરાત કરી છે. તેણે યુક્રેનમાં રશિયા માટે લડતા વિદેશી નાગરિકો અને તેના પરિવારને રશિયન નાગરિક્તા મેળવવાની પરવાનગી આપી.આ સિવાય નાગરિક્તા મેળવનારાઓને ૧૦૦ ગણો પગાર આપવાનું પણ વચન આપવામાં આવ્યું છે.
રશિયન રાષ્ટર્રપતિ વ્લાદિમીર પુતિનના આદેશ અનુસાર, જે લોકોએ મોસ્કોમાં સ્પેશિયલ મિલિટરી ઓપરેશન દરમિયાન કરાર પર હસ્તાક્ષર કર્યા છે તેઓ તેમના સમગ્ર પરિવાર સાથે રશિયન પાસપોર્ટ મેળવવા માટે સરળતાથી અરજી કરી શકે છે. આ માટે તેણે કેટલાક દસ્તાવેજો બતાવવા પડશે જેમાં તેણે ઓછામાં ઓછા એક વર્ષ માટે રશિયા સાથે સૈનિક તરીકે કામ કરવાનો કરાર કર્યેા છે.
ઉલ્લેખનીય છે કે યુક્રેન સામે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન રશિયા દુશ્મન દેશ સામે તેના વતી લડી રહેલા વિદેશીઓની સંખ્યા જાહેર કરતું નથી. જો કે, અહેવાલ મુજબ, રશિયાએ કયુબાના લોકો પર એક રિપોર્ટ જાહેર કર્યેા હતો, જેમાં કયુબાના લોકોને ૧૦૦ ગણો વધુ પગાર આપવાની વાત સામેલ હતી. તે સમય દરમિયાન, વેગનર દ્રારા લશ્કરમાં ભરતી કરાયેલા ત્રણ આફ્રિકનોમાંથી બે મૃત્યુ પામ્યા હતા. એક રિપોર્ટ અનુસાર, યુક્રેન વિદ્ધ યુદ્ધમાં અત્યાર સુધીમાં ૩ લાખ ૧૫ હજાર રશિયન સૈનિકો માર્યા ગયા છે અને કેટલાક ઘાયલ થયા છે. યુક્રેન સામે યુદ્ધની શઆત થઈ ત્યારે લગભગ ૯૦ ટકા લોકો રશિયન સેનામાં હાજર હતા જે હવે ઘટી ગયા છે.