પુટીન ફરી અસ્વસ્થ: હોસ્પિટલમાં દાખલ થશે

મોસ્કો ,

યુક્રેન યુદ્ધ નિર્ણાયક તબકકે પહોંચ્યું છે તે સમયે રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુટીનના સ્વાસ્થ્ય અંગે ફરી એક વખત આવેલા અહેવાલમાં પુટીનનું સ્વાસ્થ્ય બગડયું હોવાનું અને તેમને માર્ચ માસમાં હોસ્પીટલમાં ઈલાજ માટે દાખલ થવુ પડે તેવા સંકેત આપવામાં આવ્યા છે.

ધ મીરર દ્વારા રશિયન ટેલિગ્રામ ચેનલને ટાંકીને જણાવાયું છે કે પુટીન કેન્સર સહિત અનેક બિમારીઓથી પીડાય છે અને તેમને હવે કોઈ જાહેર કાર્યક્રમમાં ભાગ નહી લેવા સલાહ અપાઈ છે તથા આગામી દિવસોમાં તેઓ ખાસ ઈલાજ માટે જશે.

પુટીન હાલ તેમના ભાષણો પણ મર્યાદીત કરે છે અને તેમને વારંવાર ખાસ્સી, ચકકર વગેરેની સમસ્યા ઉભી થાય છે જેનો ઈલાજ હવે મોસ્કો નજીક આવેલી હોસ્પીટલમાં કરાવશે.