પૂર્વોત્તરના ત્રણ રાજ્યોમાં ભગવો લહેરાશે, હિમંત બિસ્વા સરમાની ભવિષ્યવાણી

ગોવાહાટી,

આસામના મુખ્ય પ્રધાન અને પૂર્વોત્તરમાં બીજેપીના વડા હિમંત બિસ્વા સરમાએ પ્રદેશના ત્રણ રાજ્યોમાં આગામી ચૂંટણીમાં પાર્ટીને જંગી જીત મળશે તેવી આગાહી કરી છે. સરમાએ મીડિયા સાથેના એક ઈન્ટરવ્યુમાં કહ્યું, મેઘાલયમાં બીજેપી વધુ મહત્વપૂર્ણ રાજકીય દળ તરીકે ઉભરી આવશે. ત્રિપુરામાં અમે મોટી બહુમતી સાથે સત્તા જાળવી રાખીશું અને નાગાલેન્ડમાં અમે ફરીથી દ્ગડ્ઢઁઁ સાથે સરકાર બનાવીશું.

મેઘાલય અને નાગાલેન્ડ માટે પાર્ટીના ઉમેદવારોની જાહેરાત સાથે, ભાજપ આ મહિનાના અંતમાં નિર્ણાયક ચૂંટણીઓ માટે તૈયાર છે. ત્રિપુરામાં ૧૬ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે, ત્યારબાદ મેઘાલય અને નાગાલેન્ડમાં ૨૭ ફેબ્રુઆરીએ મતદાન થશે.

ત્રણેય રાજ્યોમાં સત્તામાં રહેલી ભાજપ માટે ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીઓ પહેલા આ એક પડકાર છે. ત્રિપુરામાં છેલ્લી વખતે, તેણે ઐતિહાસિક જનાદેશમાં એકલા હાથે ૩૬ બેઠકો જીતીને આઇપીએફટી સાથે સરકાર બનાવી હતી. અન્ય બે રાજ્યોમાં પ્રાદેશિક પક્ષ સાથે ગઠબંધન કર્યું હતું. આ વખતે ત્રિપુરામાં ભાજપને સત્તા પરથી હટાવવા માટે ડાબેરીઓ અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે. ડાબેરી મોરચો રાજ્યની ૬૦ બેઠકોમાંથી ૪૭ બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે કોંગ્રેસ પાસે માત્ર ૧૩ બેઠકો હશે. ભાજપ કુલ ૬૦માંથી ૫૫ બેઠકો પર અને આઇપીએફટી પાંચ બેઠકો પર ચૂંટણી લડશે.

મેઘાલયમાં હાલમાં ભાજપ અને અન્ય ચાર પ્રાદેશિક સહયોગીઓ સાથે જોડાણ કરીને કોનરાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટીનું શાસન છે. છ પક્ષોનું મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ ૫૦ વર્ષમાં પૂર્ણ કાર્યકાળ પૂર્ણ કરનાર ત્રીજું ગઠબંધન છે.

મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ રાજ્યમાં ચૂંટણી લડવા જઈ રહેલી મોટી પાર્ટી છે. પૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમાના નેતૃત્વમાં કોંગ્રેસના ૧૭માંથી ૧૨ ધારાસભ્યો જોડાઈને તે પહેલાથી જ સૌથી મોટો વિરોધ પક્ષ છે.

નાગાલેન્ડમાં, ભાજપે ૨૦૧૮માં ૧૨ બેઠકો જીતી હતી અને નેફિયુ રિયો એનડીપીપીની આગેવાની હેઠળની સરકારનો ભાગ હતો. આ વખતે પાર્ટી એનડીપીપી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. ૬૦ સીટોમાંથી એનડીપીપી ૪૦ અને ભાજપ ૨૦ સીટો પર ચૂંટણી લડી રહી છે.