પુરવઠા વિભાગ સાણસામાં, ૨૦૦૦ લિટર પેટ્રોલ અને ૧,૫૦૦ લિટર ડીઝલ કયાંથી આવ્યું ?

રાજકોટ, રાજકોટ ગેમિંગ ઝોનના અગ્નિકાંડના તણખા હવે અનેક લોકો પર ઉડી રહ્યા છે. રાજકોટ મનપા, રાજકોટ પોલીસ તો તપાસના દાયરામાં આવી જ ગઈ છે. હવે રાજકોટનો પુરવઠા વિભાગ પણ આ તપાસના દાયરામાં આવ્યો છે.

ગેમિંગ ઝોનમાં આગ ભયંકર બની તેનું કારણ જ પેટ્રોલ-ડીઝલનો પુરવઠો હોવાનું સામે આવ્યું છે. હવે એક બોટલ પણ પેટ્રોલ લેવા જવું હોય તો પેટ્રોલ પમ્પ પર ઘણા સવાલ પૂછાય છે તો હજારથી પણ વધારે પેટ્રોલ-ડીઝલ ગેમિંગ ઝોનના માલિકો પાસે આવ્યું ક્યાંથી. કોઈપણ કાયદા હેઠળ આટલું બધુ પેટ્રોલ-ડીઝલ રાખવાની મંજૂરી નથી તો પછી ગેમિંગ ઝોન ચલાવનારાઓને આટલું બધુ પેટ્રોલ આપ્યું કોણે. પુરવઠા વિભાગે તેને શું કોઈ વિશેષ પ્રકારની સવલત કે છૂટ આપી છે તેવો સવાલ પૂછાઈ રહ્યો છે. સરકારના અધિકારીઓની મિલીભગત કે મીઠી નજર હોય તો પુરવઠા વિભાગ માટે પણ કદાચ આવી કોઈ છૂટ આપવા સિવાય આરો ન રહ્યો.

આ સિવાય બીજી સંભાવના એ છે કે ગેમિંગ ઝોનના માલિકે પેટ્રોલ પમ્પના માલિક સાથે સાંઠગાંઠ કરીને આ પુરવઠો મેળવ્યો હોય. હવે આ કયા પેટ્રોલ પમ્પના માલિક પાસેથી આટલો જંગી માત્રામાં પુરવઠો મેળવવામાં આવ્યો છે તે તપાસનો વિષય છે. ઢૂંઢને સો તો ખુદા મિલ જાતા હૈ, તે કહેવત તંત્રને અહીં પણ લાગુ પડે છે. તેથી જો તંત્ર ખરેખર ગંભીર હોય તો પેટ્રોલ-ડીઝલનો આ પુરવઠો ક્યાંથી આવ્યો અને દરરોજે ત્યાં કેટલો પુરવઠો પૂરો પાડવામાં આવતો હતો. ગો કાટગ યોજાતું હોય તો તેના માટે કેટલા પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલનો પુરવઠો લેવાની છૂટ હોય છે. તેના માટે કેટલા જથ્થાની તેને મંજૂરી મળે છે તે બધા નિયમોની ચકાસણી કરવી જરૂરી થઈ પડી છે.