પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્રે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા

લખનૌ,દેશના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર વિભાકર શાસ્ત્રી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. વિભાકર શાસ્ત્રીએ આજે જ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. વિભાકર શાીએ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકની હાજરીમાં ભાજપનું સભ્યપદ લીધું.

ભાજપમાં જોડાવાના પ્રસંગે વિભાકર શાસ્ત્રીએ કહ્યું – ’મને લાગે છે કે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હું લાલ બહાદુર શાસ્ત્રી ના ’જય જવાન, જય ક્સિાન’ના વિઝનને વધુ મજબૂત કરીને દેશની સેવા કરી શકીશ.

તેમણે કહ્યું, હું પીએમ નરેન્દ્ર મોદી, નડ્ડા જી, અમિત શાહ જી, સીએમ યોગી આદિત્યનાથ જી અને બ્રજેશ પાઠકનો મારા માટે ભાજપના દરવાજા ખોલવા બદલ આભાર વ્યક્ત કરવા માંગુ છું. મને લાગે છે કે મારે મારા દાદા લાલ બહાદુર શાસ્ત્રીજીનો આભાર માનવો જોઈએ. ના વિઝનને આગળ ધપાવવાની તક મળશે હું પાર્ટી નેતૃત્વની સૂચના મુજબ કામ કરીશ…ભારત ગઠબંધનની કોઈ વિચારધારા નથી, બલ્કે તેનો ઉદ્દેશ્ય મોદીજીને હટાવવાનો છે… રાહુલજીએ જણાવવું જોઈએ કે કોંગ્રેસની વિચારધારા શું છે…’’