
રાજસ્થાનમાં EDની ટીમ ફરી એક વખત એક્શનમાં આવી ગઈ છે. ‘જલ જીવન મિશન’ કૌભાંડ સાથે સબંધિત મામલે EDની ટીમે રાજસ્થાનના પૂર્વ મંત્રી મહેશ જોશીના અનેક ઠેકાણા પર દરોડા પાડ્યા છે. ED આ કૌભાંડ સાથે સબંધિત મામલે એક્શનમાં છે. આ ઉપરાંત EDએ પીએચઈડીના પાંચ મોટા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના અડ્ડાઓ પર પણ દરોડા પાડ્યા છે. જયપુર અને બાંસવાડા સહિત ઘણા વિસ્તારોમાં EDના દરોડા ચાલુ છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ પૂર્વ મંત્રી મહેશ જોશીના નજીકના હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ED રાજસ્થાનમાં ‘જલ જીવન મિશન’ પરિયોજનામાં કથિત અનિયમિતતાઓના સબંધમાં સર્ચ ઓપરેશન કરી રહી છે. આ અગાઉ પણ ‘જલ જીવન મિશન’ કૌભાંડ મામલે EDની ટીમે રાજસ્થાનમાં 25 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં IAS સુબોધ અગ્રવાલના ઠેકાણા પણ સામેલ હતા.
ED રાજસ્થાનમાં ‘જલ જીવન મિશન’ પરિયોજનામાં થયેલી અનિયમિતતાઓનો લઈને સતત કાર્યવાહી કરી રહી છે. આ અગાઉ પણ ‘જલ જીવન મિશન’ કૌભાંડ મામલે EDની ટીમે રાજસ્થાનમાં 25 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં IAS સુબોધ અગ્રવાલના ઠેકાણા પણ સામેલ હતા. તેના થોડા દિવસો પહેલા જ EDએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને હાજર થવા માટે સમન્સ જારી કર્યું હતું તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાના જયપુર સ્થિત આવાસ પર દરોડા પાડ્યા હતા. છેલ્લી વખત પાડવામાં આવેલા દરોડાને રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતે ઘૃણાસ્પદ રાજનીતિ ગણાવ્યુ હતું.