પૂર્વ જસ્ટિસ બન્યા રાજ્યપાલ: રામ મંદિર કેસમાં આપ્યો હતો ચુકાદા

નવીદિલ્હી,

અયોધ્યા રામ મંદિરને લઈને મહત્વનો ચૂકાદો આપનારા પૂર્વ જસ્ટિસ અબ્દુલ નાઝીરને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવ્યા પહેલા ઘણી ચર્ચા કરવામાં આવી હતી. પૂર્વ જસ્ટિસ આ વર્ષના તા. ૪ જાન્યુઆરીના રોજ નિવૃત થયા હતા. તે સમયે પણ સીજેઆઇ ડીવાય ચંદ્રચુડે પૂર્વ જસ્ટિસના સાદગીના પણ વખાણ કરી ચુક્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૯ સુધી તો પૂર્વ જસ્ટિસ પાસે પાસપોર્ટ પણ ન હતો.મહત્વનું છે કે ભાજપના નેતાઓ અને પૂર્વ જજ અબ્દુલ નઝીર સહિત ૬ નવા ચહેરાઓને રાજ્યપાલ બનાવાયા છે. પૂર્વ ન્યાયાધીશ નઝીર સુપ્રીમ કોર્ટની બેંચના સભ્ય હતા. વધુમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી અને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર આરકે માથુરના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવ્યો છે.

પૂર્વ જસ્ટિસ નઝીરજીનો જન્મ ૫ જાન્યુઆરી ૧૯૫૮ના રોજ થયો હતો. તેઓ ૧૮ ફેબ્રુઆરી ૧૯૮૩ના રોજ વકીલાત તરીકે દાખલ થયા હતા. તેમણે કર્ણાટક હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરી હતી. ત્યારબાદ તેમની હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે ૧૨ મેં ૨૦૦૩ના રોજ નિમણુક કરવામાં આવી હતી.પૂર્વ જજ અબ્દુલ નઝીર ઉપરાંત ભાજપના ચાર નેતાઓ સહિત કુલ ૬ નવા ચહેરાઓને રાજ્યપાલ બનાવાય છે. મહત્વનું છે કે અયોધ્યા રામ મંદિર કેસમાં ચુકાદો આપનારી સુપ્રીમ કોર્ટની બેચના પૂર્વ ન્યાયાધીશ નઝીર સભ્ય પણ રહી ચૂક્યા છે.