મુંબઇ,
પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી ફરી એકવાર વિવાદમાં ફસાયો છે. વિનોદ કાંબલીની પત્ની એન્ડ્રીયા હેવિટે તેની સામે મુંબઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. એન્ડ્રીયાએ વિનોદ કાંબલી પર દારૂના નશામાં તેની સાથે મારપીટ કરવાનો અને દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો છે.
પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી ફરી એકવાર વિવાદમાં ફસાયો છે. વિનોદ કાંબલીની પત્નીએ મુંબઈ પોલીસને આપેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે નશાની હાલતમાં વિનોદ કાંબલીએ રસોઈ બનાવવાની તપેલીનું હેન્ડલ તેના પર ફેંકીને મારપીટ કરી હતી જેના લીધે તેને માથામાં ઈજા થઈ હતી. એન્ડ્રીયાએ પોલીસને કરેલી ફરિયાદ મુજબ આ ઘટના શુક્રવારે બપોરે ૧ થી ૧.૩૦ વાગ્યાની વચ્ચે બની હતી. એન્ડ્રિયાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે વિનોદ કાંબલી નશાની હાલતમાં બાંદ્રા ફ્લેટ પર પહોંચ્યો અને મારી સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યો હતો.
બાંદ્રા પોલીસના જણાવ્યા અનુસાર વિનોદ કાંબલી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. બાંદ્રા પોલીસે જણાવ્યું કે કાંબલીની પત્ની એન્ડ્રીયા ફરિયાદ નોંધાવવા આવતા પહેલા ભાભા હોસ્પિટલમાં ગઈ હતી અને તબીબી સારવાર લીધી હતી.