ભોપાલ,છત્તીસગઢ બાદ હવે મધ્યપ્રદેશમાં ભાજપને મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. સૂત્રોનું માનીએ તો પૂર્વ મુખ્યમંત્રી કૈલાશ જોશીના પુત્ર અને બીજેપી નેતા દીપક જોશી કોંગ્રેસમાં જોડાઈ શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે દીપક જોશી છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં છે. જોકે દીપક જોષીનું કહેવું છે કે તેઓ તેમના પિતાના વારસા માટે કંઈ પણ કરી શકે છે.
તમને જણાવી દઈએ કે પીસીસી ચીફ કમલનાથે છત્તીસગઢમાં બીજેપી નેતા નંદ કુમાર સાઈના કોંગ્રેસમાં સામેલ થવા પર મોટું નિવેદન આપતા કહ્યું છે કે આ માત્ર ટ્રેલર છે. બીજી તરફ મધ્યપ્રદેશમાં બીજેપી નેતાઓના સંપર્ક પર તેમણે કહ્યું- મારા કાર્યકરો સાથે સંબંધ છે. મને સારા કાર્યકરોની જરૂર છે, થાકેલા નેતાઓની નહીં.