સહારનપુર,સહારનપુરના સરસાવા એરસ્ટ્રીપ પર ઉતર્યા બાદ પૂર્વ સીએમ અખિલેશ યાદવનો કાફલો સરસાવા તરફ વળવાના બદલે સહારનપુર તરફ આગળ વધ્યો હતો. પોલીસ અને વહીવટી અધિકારીઓને ભૂલની જાણ થઈ ત્યાં સુધીમાં કાફલો સહારનપુરથી પીલખાની નજીક રાધા સોમી સત્સંગ ભવન તરફ લગભગ બે કિલોમીટર ગયો હતો. જે બાદ તમામ વાહનોને પાછા વળવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને અખિલેશ યાદવનો કાફલો નિયત રૂટ પર જ આવ્યો હતો.
પૂર્વ મુખ્યમંત્રીના પ્રોટોકોલ મુજબ સુરક્ષાના હેતુથી નક્કી કરાયેલા રૂટ પર પોલીસકર્મીઓ તૈનાત હતા, પરંતુ કાફલો જે રૂટ પર ભૂલથી ગયો હતો તે રૂટ પર કોઈ પોલીસકર્મી તૈનાત ન હતા. સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવના દેવબંદમાં આગમનને ધ્યાનમાં રાખીને શહેરમાં સુરક્ષા વ્યવસ્થા એલર્ટ પર છે. સહારનપુર-મુઝફરનગર હાઈવે અને દેવબંદ-ગંગોહ બાયપાસ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
પૂર્વ ધારાસભ્ય માવિયા અલીના પુત્ર હૈદર અલીના લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અહીં આવ્યા છે. અહીં અડધો કલાક રોકાયા બાદ તેઓ કાર્તિકેય રાણાની માલિકીની મજનુવાલા રોડ સ્થિત દિવંગત રાજ્યમંત્રી રાજેન્દ્રસિંહ રાણાની હોટેલ પહોંચ્યા હતાં જ્યાં સપાના કાર્યકરો તેમનું સ્વાગત કર્યું હતું