પૂર્વ કેપ્ટન ધોની ઓવરઓલ ટી૨૦ ક્રિકેટમાં ૩૦૦ વિકેટ લેનાર દુનિયાના પહેલા વિકેટકીપર બની ગયો

મુંબઇ, ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪ સીઝનમાં મહેન્દ્ર સિંહ ધોનીએ એક ઐતિહાસિક રેકોર્ડ કાયમ કર્યો છે. તેમણે ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમતા દિલ્હી કેપિટલ્સના સામે મેચમાં આ સફળતા મેળવી છે. સીએસકે ટીમના પૂર્વ કેપ્ટન ધોની ઓવરઓલ ટી૨૦ ક્રિકેટમાં ૩૦૦ વિકેટ લેનાર દુનિયાના પહેલા વિકેટકીપર બની ગયા છે.

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ રવિવારે ક્રિકેટ ઈતિહાસમાં એક એવો રેકોર્ડ બનાવ્યો છે જેને અત્યાર સુધી દુનિયાના કોઈ પણ વિકેટકીપર સ્પર્શી નથી શક્યા. ધોનીએ આ ઐતિહાસિક રેકોર્ડ ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪ સીઝનમાં બનાવ્યો છે.

હકીક્તે રવિવારે વિશાખાપટનમના મેદાન પર ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સની વચ્ચે મેચ રમાઈ. આ મેચમાં ધોનીએ સ્પિન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના બોલ પર પૃથ્વી શોને વિકેટની પાછળથી કેચ આઉટ કર્યા.

આ રીતે ધોની ઓવરઓલ ટી૨૦ ક્રિકેટમાં ૩૦૦ શિકાર કરતા દુનિયાના પહેલા વિકેટકીપર બની ગયા છે. આ લિસ્ટમાં પાકિસ્તાનના પૂર્વ વિકેટકીપર કામરાન અકમલ અને ભારતના દિનેશ કાર્તિક સંયુક્ત રીતે બીજા નંબર પર છે. જેમણે બરાબર ૨૭૪ વિકેટ લીધી છે. કાર્તિક હજુ પણ આઇપીએલ રમી રહ્યા છે. તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રમી રહ્યા છે. એવામાં તેમની પાસે હાલ કામરાનને પછાડવાની તક છે. તેના બાદ ત્રીજા નંબર પર સાઉથ આફ્રીકાના વિકેટકીપર ક્વિટંન ડિકોક અને ઈંગ્લેન્ડના જોસ બટલર છે. આ પણ હાલ ક્રિકેટ રમી રહ્યા છે.

ટી૨૦ ક્રિકેટમાં વિકેટકીપર તરીકે સૌથી વધારે વિકેટ લેનાર ખેલાડી

૩૦૦- મહેન્દ્ર સિંહ ધોની

૨૭૪- કામરાન અકમલ

૨૭૪- દિનેશ કાર્તિક

૨૭૦- ક્વિટંન ડિકોક

૨૦૯- જોસ બટલર