કોરોના વાયરસ પર ઘણી હાલની વૈશ્વિક રીપોર્ટ પ્રમાણે પુરુષોની સરખામણીમાં મહિલાઓ પર વાયરસની અસર ઓછી દર્શાવવામાં આવી છે. તેમ છતાં તેના મહિલાઓમાં કોરોના વાયરસને લઈને ચિંતા વધી રહી છે. અમેરિકાના ડાર્ટમાઉથ કોલેજની એક રીપોર્ટ પ્રમાણે મહિલાઓનું વાયરસ પર આ પ્રકારે ચિંતા કરવુ મોટા-મોટા વર્કિંગ સેક્ટરમાં તેમની ભૂમિકાઓ પર મોટો પ્રશ્ન ઉભો કર્યો છે. ઓગષ્ય મહીનાની અંતમાં ફ્રાંસ અને બ્રિટેનમાં યૂગોવના સર્વેક્ષણ પ્રમાણે 50 ટકા પુરુષ તો 64 ટકા મહિલાઓ કોરોના વાયરસના ફેલાવવાની ચિંતામાં છે. કેનેડામાં માર્ચમાં 49 ટકા મહિલાઓને વાયરસને લઈને ચિંતા દર્શાવી હતી. પુરુષોમાં આ આંકડો 30 ટકાનો છે.
વાયરસને જલ્દી ખતમ થવાની ઈચ્છા દર્શાવી
એક અભ્યાસ પ્રમાણે કોરોના વાયરસ મહામારીના પરિણામોને લઈને પુરુષોની સરખામણીમાં વધારે ચિંતા સતાવી રહી છે. જૂનમાં સર્વે દરમિયાન જાણવા મળ્યુ છે કે, 24 ટકા મહિલાઓની સરખામણીમાં 37 ટકા પુરુષ વાયરસને જલ્દી ખતમ થવાની ઈચ્છા દર્શાવી રહ્યા છે. જ્યારે કે, ઘણા અભ્યાસમાં કોરોના વાયરસને મહિલાઓની સરખામણીમાં પુરુષો માટે વધારે ખતરનાક જણાવવામાં આવ્યુ છે.
3 ટકા મહિલાઓ CEO ના પદ પર
અમેરિકન અધ્યયન પ્રમાણે કાર્યસ્થળો પર Covid-19 ના પ્રતિ મહિલાઓના વ્યવહાર અને ર્દષ્ટિકોણને જોતા તેમને નજરઅંદાજ પણ કરી શકાય છે. જોકે, હેલ્થકેર અને શિક્ષા જેવા સેક્ટરમાં મહિલાઓ ઉચ્ચ પદ પર બેઠા છે. એવામાં વાયરસ પર વધુ ચિંતા જતાવવી તેમને જોખમમાં નાખી શકે છે. અભ્યાસ પ્રમાણે મેડિકલ અને હેલ્થકેરમાં 3 ટકા મહિલાઓ CEO ના પદ પર છે. તો હેલ્થકેરમાં 80 ટકા મહિલા સ્ટાફ છે.
વાયરસનો ડર મહિલાઓમાં સતત ઘર કરી રહ્યો છે
ફ્રાંસમાં CSA ની રીપોર્ટ પ્રમાણે દેશની મીડિયા ઈંડસ્ટ્રીમાં માર્ચથી મે મહિના સુધી કોરોના વાયરસ પર વિચાર રાખવા માટે 41 ટકા મહેમાનને બોલાવવામાં આવ્યા હતા. જેમાં ઘણી મહિલા ગેસ્ટ પણ સામેલ હતી. તેમાં 55 ટકાથી પણ વધારે માતા, સારસંભાળ કરનારી મહિલા સ્ટાફ વગેર સામેલ હતા અને જેમાં 21 ટકા હેલ્થકેર મહિલા વિશેષજ્ઞ સામેલ હતી. તેમ છતાં તેના વાયરસનો ડર મહિલાઓમાં સતત ઘર કરી રહ્યો છે.