હૈદરાબાદ, તેલંગાણામાં લોક્સભા ચૂંટણી માટે બીઆરએસ અને બીએસપીએ ગઠબંધન કર્યું છે.બીઆરએસના વડા કેસીઆરએ જોડાણની જાહેરાત કરી છે.કેસીઆરએ કહ્યું છે કે નાગરકર્નૂલ અને હૈદરાબાદ લોક્સભા સીટો બસપાને આપવામાં આવશે. આપને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા આવા સમાચારોની અટકળો પર પૂર્ણવિરામ મુક્તા માયાવતીએ ઠ પર પોસ્ટ પણ કરી હતી અને તેમણે કોઈપણ પ્રકારના ગઠબંધનનો ઈક્ધાર કર્યો હતો.
૫ માર્ચના રોજ, બીઆરએસ અને બીએસપીએ કેસીઆર અને રાજ્ય બીએસપી પ્રમુખ આરએસ પ્રવીણ કુમાર વચ્ચેની વાતચીત બાદ લોક્સભા ચૂંટણી માટે તેલંગાણામાં પૂર્વ-ચૂંટણી જોડાણની જાહેરાત કરી હતી. કેસીઆરએ તે સમયે કહ્યું હતું કે વિવિધ મુદ્દાઓ પર બંને પક્ષો વચ્ચે વૈચારિક સમાનતા છે કારણ કે તેમની આગેવાની હેઠળની અગાઉની બીઆરએસ સરકારે દલિત બંધુ અને દલિતો અને અન્ય લોકોના કલ્યાણ માટે અન્ય યોજનાઓ લાગુ કરી હતી.
ભાજપને કારણે દેશમાં બિનસાંપ્રદાયિક્તા ખતરામાં હોવાનો દાવો કરતાં પ્રવીણ કુમારે કહ્યું હતું કે તેમની પાર્ટીએ તેલંગાણાને બીજેપીથી બચાવવા માટે બીઆરએસ સાથે મળીને કામ કરવાનો નિર્ણય લીધો છે અને “કોંગ્રેસ, જે ભાજપ જેવી બની રહી છે”.
બીઆરએસએ બિનસાંપ્રદાયિક્તાનું રક્ષણ કર્યું છે,” તેમણે કહ્યું. ભારત રાષ્ટ્ર સમિતિએ ૧૩ માર્ચે જણાવ્યું હતું કે બીએસપી રાજ્યસભાના સભ્યો રામજી ગૌતમ, પ્રવીણ કુમાર અને અન્ય પક્ષના નેતાઓએ કેસીઆર સાથે અહીં તેમના નિવાસસ્થાને બેઠક યોજી હતી. બીઆરએસએ અત્યાર સુધી ૧૧ લોક્સભા સીટો પરથી તેના ઉમેદવારોની જાહેરાત કરી છે.