પુરા થઇ ગયા સારા દિવસો : ટીએમસી સાંસદ શત્રુઘ્ન સિન્હા

પટણા,

અભિનેતાથી નેતા બનેલ ટીએમસી સાંસદ શત્રુઘ્ન સિન્હાએ એકવાર ફરી પોતાના નિવેદનથી વડાપ્રધાન મોદી પર પ્રહારો કર્યા છે.તેમણે કહ્યું કે લાગે છે કે મારા મિત્રના સારા દિવસ ખતમ થઇ ગયા છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પાર્ટીને લઇને પણ સખ્ત નિવેદન આપ્યું રાહુલ ગાંધીને તેમણે કાબેલ નેતા બતાવ્યા પરંતુ તેમના નેતૃત્વમાં સરકાર બનાવવાના સવાલ પર શંકા વ્યકત કરી તેમણે કહ્યું કે સૌથી વિશ્ર્વસનીય નેતા ફકત ટીએમસી સુપ્રીમો અને પશ્ર્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી છે અને દાવો કર્યો કે આગામી વર્ષ લોકસભા ચુંટણીમાં તે પાસુ પલ્ટી નાખનારા નેતા સાબિત થશે.

તેમણે કહ્યું કે આજે એ મુદ્દો નથી કે વિપક્ષ તરફથી વડાપ્રધાન પદનો ઉમેદવાર કોણ છે.તેની જગ્યાએ મુદ્દો એ હોવો જોઇએ કે કોને પીએમના રૂપમાં વાપસી કરવાથી રોકવાનો છે.તેમણે કહ્યું કે લાંબા સમયથી એ વાત સાંભળી રહ્યાં છે કે કોણ નેતા હશે નહેરૂના જમાનામાં પણ લોકો આજ સવાલ પુછતા હતાં વિપક્ષ માટે એ વાતની ચિંતા કરવી યોગ્ય નથી.

તેજસ્વી યાદવને બિહારના મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા બાબતમાં પુછવા પર બિહારી બાબુ શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે તે રાષ્ટ્રીય જનતા દળના યુવા નેતા છે અને તે કાબેલ છે તેમણે કહ્યું કે જો નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બની શકે છે તોો બેચારા તેજત્વીથી શું મુશ્કેલી છે. જન સમર્થન હાસલ કરનારા કોઇ પણ વ્યક્તિ રાજનીતિમાં તરક્કી કરી શકે છે.

શિવસેનાના સંબંધમાં સિન્હાએ કહ્યું કે મને લાગે છે કે ખેલ પણ શરૂ થયો છે અને સુપ્રીમ કોર્ટ ન્યાય કરશે તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં બંન્ને પક્ષ તરફથી વાત રાખવામાં આવી રહી છે યોગ્ય સમય પર કોર્ટ યોગ્ય નિર્ણય સંભળાવશે.