ચંડીગઢ,
હાલ દિલ્હીમાં વધી રહેલા પ્રદુષણને લઈને કેન્દ્ર સરકાર અને પંજાબ સરકાર આમને સામને છે. કેન્દ્ર સરકાર પદુષણ માટે પંજાબના ખેડૂતોને જવાબદાર માની રહી છે તો બીજી તરફ પંજાબ સરકાર આરોપ લગાવી રહી છે કે કેન્દ્ર સરકાર પંજાબના ખેડૂતોને બદનામ કરી રહી છે.આ મુદ્દે વાત કરતા પંજાબના મંત્રી ગુરમીત સિંહ મીત હેયરે કહ્યું કે, પંજાબમાં વાષક ૨૦૦ લાખ ટન પરાળી નીકળે છે. આનો નિકાલ સરળ નથી. સરકારે પરાળી મેનેજમેન્ટ પ્લાન્ટ સ્થાપ્યો છે અને ખેડૂતોને પ્રતિ એકર ૫૦૦ રૂપિયા પણ આપી રહી છે. એપ દ્વારા ખેડૂતોને મશીનો પણ આપવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત, અમે પંજાબ યુનિવસટીને ૬૦% હિસ્સો આપવા તૈયાર છીએ પરંતુ તેને કોઈપણ સંજોગોમાં કેન્દ્ર સરકારને સોંપીશું નહીં. તેમણે આગળ કહ્યું કે, પંજાબમાં આ પહેલા ક્યારેય આવી સરકાર બની નથી, જેના મંત્રીઓ પહેલા છ મહિનામાં મેદાનમાં ગયા હોય અને લોકોને મળ્યા હોય અને તેમની વાત સાંભળી હોય. અમારી સરકાર આવતા જ કામ કરવા લાગી છે. અમારા મંત્રીઓ લોકો વચ્ચે જઈ તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવી રહ્યા છે. સ્થળ પર જ અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. અમારી સરકારે ૧૮૩ સેવાઓ ઓનલાઈન કરી છે, જેથી લોકોને વારંવાર ઓફિસોમાં જવું ન પડે. વિવિધ પ્રમાણપત્રો વોટ્સએપ પર ઉપલબ્ધ થઈ જશે.
તેઓએ આગળ કહ્યું કે, અગાઉની સરકારોમાં શિક્ષકો ૧૮-૧૮ વર્ષથી કામ કરતા હતા, તેઓને અમારી સરકારે કાયમી કર્યા છે. સરકાર રાજ્યમાં ૨૬૦૦ કરોડનું રોકાણ લાવવામાં સફળ રહી છે, જેનાથી રોજગારીની તકો વધશે. અહીં તેઓએ કહ્યું કે, પંજાબ યુનિવસટી પંજાબની વિરાસત છે, જે પંજાબના ગામડાઓને બરબાદ કરીને બનાવવામાં આવી છે. યુનિવસટી શરૂ કરવામાં આવી ત્યારે તેમાં પંજાબ, હરિયાણા, હિમાચલ અને ચંદીગઢના શેર હતા. બાદમાં હરિયાણા અને હિમાચલ તેમાંથી બહાર નીકળી ગયા. પંજાબ ૬૦% હિસ્સો આપવા તૈયાર છે. પરંતુ અમે તેને કોઈપણ સંજોગોમાં કેન્દ્રને સોંપીશું નહીં.