પંજાબમાં ખાલિસ્તાન સમર્થકો પાર્ટી બનાવશે. આ વખતે લોક્સભા ચૂંટણીમાં કટ્ટરપંથી સરબજીત ખાલસા અને અમૃતપાલ સિંહ ફરીદકોટ અને ખદુર સાહિબથી જીત્યા હતા. અમૃતપાલ હાલ ડિબ્રુગઢ જેલમાં બંધ છે. સરબજીત ખાલસા પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીના હત્યારાનો પુત્ર છે.
હવે ફરીદકોટના સાંસદ સરબજીત સિંહ ખાલસાએ મોગાના રોડે ગામમાં એક કાર્યક્રમમાં જાહેરાત કરી કે તેઓ ખડુર સાહિબના સાંસદ અમૃતપાલ સિંહ સાથે રાજકીય પક્ષ બનાવશે.
પોતાની આગામી રણનીતિની જાહેરાત કરતા તેમણે કહ્યું કે તે નિશ્ર્ચિત છે કે તેઓ ટૂંક સમયમાં એક પાર્ટી બનાવશે જે શીખ સંગત અને પંજાબને એક કરશે. તે એકલા આ પાર્ટીનું નિર્માણ નહીં કરે. તે શીખ સંગત અને પંજાબના લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે ખડૂર સાહિબના સાંસદ અમૃતપાલ સિંહ સાથે મળીને કામ કરશે.
ખાલસાએ કહ્યું કે તેઓ અમૃતપાલ સિંહ જેલમાંથી બહાર આવ્યા બાદ અથવા તેમની વિનંતી પર જ પાર્ટીની રચના કરશે. તેમણે શીખોને આગામી શિરોમણી ગુરુદ્વારા સંચાલક સમિતિની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.