ચંડીગઢ, પંજાબ ભાજપને શુક્રવારે મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસ છોડીને પાર્ટીમાં સામેલ થયેલા પૂર્વ ધારાસભ્ય રાજકુમાર વેરકા, પૂર્વ મંત્રી ગુરપ્રીત સિંહ કાંગર, શામ સુંદર અરોરા, જીત મહિન્દર સિદ્ધુ, અમરીક સિંહ સમરાલા, રિનવા અને જોશન પણ ભાજપ છોડી ચુક્યા છે. આ તમામ નેતાઓ આજે ફરી દિલ્હીમાં કોંગ્રેસમાં જોડાયા છે. પ્રતાપ બાજવા તેમની સાથે દિલ્હી જવા રવાના થયા છે.
અમૃતસરમાં રાજકુમાર વેર્કાએ કહ્યું કે તેમણે ભાજપ છોડી દીધું છે. તેમણે ભાજપમાં જોડાઈને મોટી ભૂલ કરી છે. વેરકા દિલ્હી જવા રવાના થઈ ગયા છે. ૨૦૨૨માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા રાજ કુમાર વેર્કાને ભાજપે ઘણું મહત્વ આપ્યું હતું. વેરકા ચન્ની સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. તેઓ લાંબા સમયથી કોંગ્રેસમાં કામ કરે છે. અમૃતસર પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહેલા રાજ કુમાર વેર્કાને આમ આદમી પાર્ટીના જસબીર સિંહ સંધુના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. વેરકા પંજાબના રાજકારણના મોટા દલિત ચહેરા તરીકે ઓળખાય છે.