- ૧૩ ડેપોમાંથી ૪૫૪ બસો મોકલવામાં આવી હતી.
ચંડીગઢ,
પંજાબમાં આમ આદમી પાર્ટી સરકાર એક આરટીઆઇના જવાબ બાદ વિવાદોની વચ્ચે ફસાઇ ગઇ છે.જેમાં ખુલાસો થયો છે કે ગત વર્ષ પંજાબ વિધાનસભા ચુંટણી જીત્યા બાદ પાર્ટી દ્વારા કરવામાં આવેલ એક રોડ શોમાં સરકારની સ્વામિત્વ વાળી પીઇપીએસયુ સડક પરિવહન નિગમ(પીઆરટીસી)ને ૬૮ લાખ રૂપિયાથી વધુ કીમત ચુકવી પડી હતી.મુખ્યમંત્રી ભગવંત માનના સોગંદ વિધિ સમારોહ પહેલા રોડ શો કરવામાં આવ્યો હતો.
પીઆરટીસીએ અમૃતસરમાં ૧૩ માર્ચ,૨૦૨૨ના રોજ પંજાબના મુખ્યમંત્રીના રૂપમાં માનના સોગંદ લેવાના ત્રણ દિવસ પહેલા પોતાના ૧૩ ડેપોથી ૪૫૪ બસો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રોડ શો માટે મોકલી અને તેમાં ૬૮,૭૦,૨૫૨ રૂપિયાનો ખર્ચ આવ્યો આ માહિતી માહિતીના અધિકાર(આરટીઆઇ) અધિનિયમ હેઠળ કાર્યકર્તા હરમિલાપ ગ્રેવાલે ગત અઠવાડીયે માંગી હતી.
આરટીઆઇના જવાબથી મળેલી માહિતી અનુસાર આ રીતે ૨૪.૭૨ લાખ રૂપિયા ખર્ચ કરી ૧૬ માર્ચ ૨૦૨૨ને ખટકડ કલામાં સોગંદવિધિ સમારોહ માટે ૨૧૩ બસો મોકલી.ફકત પીઆરટીસીના બંન્ને આયોજનો પર કુલ ખર્ચ ૯૩ લાખ રૂપિયાને પાર કરી ગયો ગ્રેવાલે કહ્યું કે શરૂઆતમાં જયારે પાર્ટીના કાર્યો માટે જાહેર પરિવહનનો દુરૂપયોગ જાહેર થઇ તો આપે પોતાના ખિસ્સામાંથી બસ સેવા માટે વળતર કરવાની જાહેરાત કરી હતી જોકે પીઆરટીસીને એક પૈસો પણ આપવામાં આવ્યો નથી તેમણે કહ્યું કે કોઇ સોગંદ લીધા બાદ જ મુખ્યમંત્રી બને છે અને કાનુની રીતે ખુરશી હાંસલ કરતા પહેલા સરકારી ખજાનાથી ખર્ચ કરવો પુરી રીતે ગેરબંધારણીય છે.
બસો મોકલવાનો આદેશ કોણે આપ્યો હતો તેના પર પીઆરટીસીના અધિકારીઓએ ચુપકીદી સેવી છે.પીઆરટીસી પીઆરઓએ આગળના સવાલોના જવાબ આપવાનો ઇન્કાર કરતા કહ્યું કે આ રીતના નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવે છે.એ પુછવા પર કે શું આપ બિલોનું વળતર કરશે પાર્ટી પ્રવકતા મલવિંદર સિંહ કાંગે કહ્યું કે જયાં સુધી સોગંદ ગ્રહણ સમારોહ આયોજિત કરવાની વાત છે આ એક સરકારી સમારોહ હતો અને જાહેર છે કે સરકાર બિલનું વળતર કરશે હું અમૃતસર રોડ શોની સ્થિતિની તપાસ કરીશ.
અમૃતસર રોડ શોના દિવસે,કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય સુખપાલ સિંહ ખૈરાએ એક સત્તાવાર પત્ર ટ્વીટ કર્યો હતો જેમાં મુખ્ય સચિવને વિશેષ મુખ્ય સચિવ મહેસુલ અને પુનર્વાસને નાણાં વિભાગની સાથે રૂપિયા ફાળવવાનો મામલો ઉઠાવવા માટે કહ્યું હતુ તેમાં નાણઆં વિભાગે રોડ શો માટે પરિવહન સહિત યોગ્ય વ્યવસ્થા કરવા માટે અમૃતસરના નાયબ કમિશ્નર (ડીસી)ને ૧૫ લાખ રૂપિયા અને તમામ ૨૩ જીલ્લાને ૨-૨ લાખ રૂપિયાની ફાળવણી કરવા કહેવામાં આવ્યું હતું.
ગ્રેવાલે કહ્યું જયારે મેં એક આરટીઆઇ જવાબમાં જાણ્યું કે જીએમ પીઆરટીસી લુધિયાણાએ લુધિયાણા ડીસીને એક પત્ર લખ્યું હતો અને અમૃતસર અને ખટકડ કલાંને મોકલવામાં આવેલ બસો માટે વળતરની માંગ કરી હતી.પીઆરટીસી ડેપો લુધિયાણાએ અમૃતસર રોડ શો માટે બસો મોકલવા માટે પાંચ લાખ રૂપિયા અને સોગંદ ગ્રહણ સમારોહ માટે ૧.૮૮ લાખ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા તેમણે આરોપ લગાવ્યો કે પીઆરટીસીના અધિકારીઓએ જાણીજોઇએ તેમના આરટીઆઇ પ્રશ્નોના જવાબોને રોકી દીધા અને તેમને અપીલ દાખલ કરવી પડી.