પુણે પોર્શ અકસ્માત: સગીર આરોપીની મુક્તિ સામે પોલીસ સુપ્રીમ કોર્ટમાં જશે

થોડા દિવસ પહેલા જ મહારાષ્ટ્રના પુણેમાં એક નશામાં ધૂત સગીરે તેની મોંઘી કારમાં બે લોકોની હત્યા કરી નાખી હતી. ૨૫ જૂનના રોજ, બોમ્બે હાઈકોર્ટે પુણે પોર્શ અકસ્માત કેસમાં સગીર આરોપીને કિશોર ગૃહમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. બોમ્બે હાઈકોર્ટે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના નિર્ણયને પલટાવતા કહ્યું હતું કે સગીર આરોપીને જેલમાં રાખવા ગેરકાયદેસર છે. આથી કોર્ટે તેને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. જોકે હવે બોમ્બે હાઈકોર્ટના આ નિર્ણય સામે પોલીસ સુપ્રીમ કોર્ટમાં જઈ રહી છે.

પુણે પોલીસના વરિષ્ઠ સૂત્રોએ જણાવ્યું છે કે બોમ્બે હાઈકોર્ટના નિર્ણય બાદ પુણે પોલીસે ૨૬ જૂને રાજ્ય સરકારને આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને હવે રાજ્ય સરકારે આ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. પુણે પોલીસ ટૂંક સમયમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને પડકારવાની તૈયારી કરી રહી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, પોલીસ આ મામલે અલગ-અલગ આધાર પર પોતાની અરજી દાખલ કરી શકે છે. જેમાં મુખ્યત્વે ત્નત્નમ્મ્એ પોતાનો નિર્ણય બદલી નાખ્યો અને સગીર આરોપીને જુવેનાઈલ હોમમાં રાખવો એ ગેરકાયદેસર નથી અથવા બીજું, કેટલાક કારણોસર સગીર આરોપીના પરિવારજનો તેની સંભાળ રાખી શક્તા નથી.