પુણે,
મહારાષ્ટ્રના પુણે-નાસિક હાઇવે પર એક જીેંફએ રસ્તો ક્રોસ કરી રહેલી ૧૭ મહિલાને કચડી નાખતાં અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ૫ મહિલાનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં અને ૧૨ મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. અકસ્માત સર્જીને જીેંફનો ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો, જેની પોલીસે શોધખોળ કરી રહી છે. ઘટના સોમવારે લગભગ રાતના ૧૧ વાગ્યા આસપાસની છે.
મળતી માહિતી અનુસાર, તમામ મહિલાઓ એક શુભ પ્રસંગમાં રસોઈયા તરીકે કામ કરવા માટે ગઈ હતી. તમામ મહિલાઓ મધરાતે પોતપોતાનું કામ પતાવીને પુણેની બસથી ખરપુડી ફાટક પર ઊતરી હતી. આ દરમિયાન રોડ ક્રોસ કરતી વખતે પુણે તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી જીેંફએ મહિલાઓને કચડી નાખી હતી અને અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત મામલે જાણકારી મળતાં જ સ્થાનિક લોકોની સાથે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. મહિલાઓને કચડી નાખ્યા બાદ ડિવાઈડર ઓળંગીને વાન સાથે ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. યુપીમાં ટ્રક-ડ્રાઇવરે કારને ૨ કિમી સુધી ઢસડી:અંદર બેઠેલા ૩ લોકોએ કૂદીને જીવ બચાવ્યો, પાછળ પોલીસ અધિકારીઓ બૂમો પાડતા રહ્યા.
યુપીમાં મેરઠ-દિલ્હી રોડ પર રવિવારે રાતે ભયાનક દુર્ઘટના બની. અહીં એક ટ્રકે કારને ટક્કર મારી દીધી. કારચાલકે ગાડીને રસ્તા પર ઊભી રાખીને ટ્રકના ડ્રાઇવરને સમજાવવા ગયો. એ મામલે બંનેમાં વિવાદ થઈ ગયો. પછી ગુસ્સામાં ટ્રક-ડ્રાઇવરે ગાડી સ્ટાર્ટ કરી દોડાવી. કાર, ટ્રકની આગળ ઊભી હતી. તે લગભગ ૨ કિમી સુધી કારને ઢસડતો રહ્યો. ઘટના સમયે કારમાં ત્રણ યુવક બેઠા હતા, તેમણે કોઇ રીતે કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો.
યુવકને કારથી ઢસડ્યાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં કાર-ડ્રાઇવર યુવકને ૨૦૦ મીટર સુધી ઢસડીને લઈ જતો દેખાયો. ઘટના ઉદયપુરના ઘંટાઘર વિસ્તારની શનિવાર રાતની છે. જાણકારી અનુસાર, હેમરાજ નામનો યુવક માલદાસ સ્ટ્રીટ પાસે બેસતો હતો. લોકો પાસેથી પૈસા માગીને ગુજારો કરતો હતો. શનિવારે રાત્રે એક ઝડપી અલ્ટો કારે હેમરાજને ટક્કર મારી હતી અને તેને ઢસડીને લગભગ ૨૦૦ મીટર દૂર આયુર્વેદ હોસ્પિટલ લઈ ગઈ હતી. ઘાયલ હાલતમાં રોડ પર પડેલા યુવકને સ્થાનિક લોકોએ હોસ્પિટલ ખસેડ્યો હતો. સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું.