પુણે,પૂણેના લોનાવલામાં પોલીસે પોર્ન વીડિયો બનાવતી ગેંગની ધરપકડ કરી છે. લોનાવાલામાં બે દિવસથી આ રેકેટ ચાલતું હતું. અહીં અલગ-અલગ રાજ્યોના યુવક-યુવતીઓ ઝડપાયા છે. કેટલાક અશ્લીલ વીડિયો પોલીસના હાથે ઝડપાયા છે. આ દરમિયાન પોલીસે ૧૫માંથી ૧૩ લોકોની ધરપકડ કરી છે. આ સાથે વિલા ભાડે આપનાર ત્રણ લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં સ્થિત લોનાવલામાં પોર્ન ફિલ્મો બનાવતી એક ગેંગ ઝડપાઈ છે. લોનાવલામાં અર્ણવ વિલા નામનો બંગલો ભાડે લેવામાં આવ્યો હતો. લોનાવલા સ્થિત અર્ણવ વિલા નામના બંગલામાં વિવિધ રાજ્યોમાંથી ૧૫ યુવક-યુવતીઓ પહોંચ્યા હતા. પોલીસનું કહેવું છે કે આ લોકો અશ્લીલ ઓટીટી પ્લેટફોર્મ માટે પોર્ન વીડિયો શૂટ કરતા હતા, જ્યારે પોર્ન વીડિયો બનાવવો ભારતમાં ગુનો છે અને તેના પર પ્રતિબંધ છે.
જ્યારે પોલીસને આ અંગેની જાણ થઈ તો અધિકારીઓએ તેમના સ્તરેથી માહિતી મેળવી. આ પછી લોનાવાલા ગ્રામીણ પોલીસે અર્ણવ વિલામાં દરોડો પાડ્યો હતો. અશ્લીલ વીડિયો ઉતારી રહેલા યુવક-યુવતીઓ પોલીસને જોઈને હોશ ઉડી ગયા હતા. આ દરમિયાન પોલીસે ૧૩ લોકોની ધરપકડ કરી છે.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ ગેંગ લોનાવલામાં પોર્ન વીડિયો બનાવતી હતી. ૧૫ લોકોમાં પાંચ છોકરીઓનો પણ સમાવેશ થાય છે. આ તમામ દેશના અલગ-અલગ રાજ્યોના છે. પોલીસે ૧૫માંથી ૧૩ લોકોની ધરપકડ કરી છે. લોનાવાલા ગ્રામીણ પોલીસે ઘટનાસ્થળેથી કેમેરા અને અન્ય સામગ્રી જપ્ત કરી લીધી છે. આ સાથે જ બંગલો ભાડે આપનાર ત્રણ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ડીવાયએસપી સત્યસાઈ કાતકની સૂચનાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.