
નવી દિલ્હી , કોંગ્રેસ સાંસદ એન્ટો એન્ટનીએ ભાજપ પર આરોપ લગાવ્યો છે. એન્ટનીએ દાવો કરીને નવો વિવાદ ઉભો કર્યો કે કેન્દ્રની ભાજપની સરકારે ૨૦૧૯ લોક્સભા ચૂંટણી જીતવા માટે પુલવામાના આતંકી હુમલામાં ૪૦ જવાનોના જીવનું બલિદાન આપ્યું હતું. એન્ટની પથાનામથિટ્ટા લોક્સભાના બે વખતના સાંસદ છે, તેમણે કોંગ્રેસે ફરી એક વખત મેદાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસ સાંસદ એન્ટનીએ કહ્યું, આ વખતે નાગરિક્તા સંશોધન અધિનિયમ છે. ગત વખતે ચૂંટણી પહેલા તેમણે (ભાજપ) શું કર્યું હતું? આ પુલવામા હતું. આપણા ૪૨ જવાનોનું બલિદાન આપવામાં આવ્યું હતું. આ જવાન ઝીરો ડિગ્રીથી નીચેની સ્થિતિમાં ઓછા ઓક્સીજન સ્તર ધરાવતા સ્થળો પર પોતાના પરિવારથી ઘણા દૂર કામ કરી રહ્યાં છે. શું તેમણે ૪૨ જવાનોનો જીવ આપીને ચૂંટણી નથી જીતી? તે સમયે સેનાના જનરલોએ કહ્યું હતું કે આટલી માત્રામાં ED સાથે કોઇ પણ સરકારની જાણકારી વગર આવા વિસ્તારમાં પ્રવેશ કરી શક્તું નથી. આ તત્કાલીન જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક હતા જેમણે કહ્યું હતુ કે આ હુમલો પૂર્વનિયોજિત હતો અને સરકાર તેના માટે જવાબદાર છે.
જ્યારે એક પત્રકારે સાંસદને પૂછ્યુ કે શું હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ છે? હુમલો ભારતીય સરહદની અંદર થયો હતો. જવાનોને હેલિકોપ્ટરથી લઇ જવા જોઇતા હતા અને કોઇ મંજૂરી નહતી. તેમણે એક સાથે રોડ માર્ગે લઇ જવામાં આવ્યા હતા અને આદેશોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જવાનોને જાણી જોઇને રોડ માર્ગથી લઇ જવામાં આવ્યા અને તે હુમલામાં માર્યા ગયા હતા. આ વાત ભાજપ દ્વારા નિયુક્ત રાજ્યપાલે કહી હતી. ચૂંટણી જીતવા માટે તેમણે આટલો ગંભીગ ગુનો કર્યો હતો. આપણે જાણીએ છીએ કે તે (ભાજપ) કઇ પણ કરી શકે છે.
મહત્ત્વપૂર્ણ છે કે જમ્મુ કાશ્મીરમાં થયેલા સૌથી ઘાતક હુમલામાંથી એકમાં ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯માં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થઇ ગયા હતા. સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના એક આત્મઘાતી હુમલાખોરે ૧૦૦ કિલોગ્રામથી વધુ વિસ્ફોટક લઇને જતા એક જવાનોના વાહનને નજીક લાવીને ઉડાવી દીધો હતો.
એન્ટનીની ટિપ્પણી પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા ભાજપના રાજ્ય પ્રમુખ સુરેન્દ્રને કહ્યું કે કોંગ્રેસ સાંસદ પાકિસ્તાન વિશે સ્પષ્ટતા આપી રહ્યાં છે, તેમણે કહ્યું, એન્ટો એન્ટનીએ આપણી સરહદોની રક્ષા કરનારા બહાદુર શહીદો અને તેમના પરિવારોનું અપમાન કર્યું છે, તેમના જેવા કોંગ્રેસ નેતા આતંકવાદીઓની વાહવાહી મેળવવા અને કેટલાક મત મેળવવા માટે દેશને વેચી રહ્યાં છે. એન્ટો એન્ટનીએ પોતાની ટિપ્પણી પરત લેવી જોઇે અને દેશની માફી માંગવી જોઇએ.