પુલવામાના ૧૧ શહીદ પરિવારોને નોકરી મળી નથી ?નોકરીઓની અરજી કરવા માટે પોતાના બાળકો ૧૮ વર્ષના થવા સુધી રાહ જોવાનો નિર્ણય લીધો છે : ગૃહ રાજયમંત્રી

નવીદિલ્હી, ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીરમાં એક આત્મઘાતી હુમલાવર દ્વારા કરવામાં આવેલા હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થઈ ગયા હતા. ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે એક પ્રશ્ર્નના લેખિત જવાબમાં કહ્યું કે, ૧૧ વિધવાઓએ અનુકંપના આધાર પર સરકારી નોકરીઓની અરજી કરવા માટે પોતાના બાળકો ૧૮ વર્ષના થવા સુધી રાહ જોવાનો નિર્ણય લીધો છે. તેમાંથી કેટલાક બાળકો ૪ વર્ષ સુધીના છે. તેમાં સીઆરપીએફના હેડ કોન્સ્ટેબલ મનોજ કે. બેહરાની દીકરી અને કોન્સ્ટેબલ ભાગીરથ સિંહનો ૭ વર્ષીય દીકરો સામેલ છે.

શહીદ થયેલા ૪૦ સીઆરપીએફના જવાનોના પરિવારજનોને આપવામાં આવેલી મૌદ્રિક સહાયતા અને સરકારી નોકરીઓનું વિવરણ શેર કરતા નિત્યાનંદ રાયે કહ્યું કે, પ્રત્યેક પરિવારને પૂરું વળતર આપવામાં આવ્યું છે, જેમાં કેન્દ્ર, રાજ્ય સરકારો, વ્યક્તિગત અને કોર્પોરેટ દાતાઓ દ્વારા આપવામાં આવેલી કે દાન કરવામાં આવેલી ૧.૫ કરોડ રૂપિયાથી ૩ કરોડ રૂપિયાની ધનરાશિ સામેલ છે. જ્યારે ૮ શહીદ પરિવારોને કુલ વળતર ૧.૫ કરોડ રૂપિયાથી ૨ કરોડ રૂપિયા વચ્ચે મળ્યું છે અને ૨૯ને ૩ કરોડથી ૨.૫ કરોડ રૂપિયા વચ્ચે મળ્યું છે. મંત્રીએ કહ્યું કે, ૩ શહીદોના પરિવારોને તાત્કાલિક ૨.૫ કરોડ રૂપિયાથી ૩ કરોડ રૂપિયા વચ્ચે વળતર મળ્યું.

૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ પુલવામામાં ભીષણ આતંકી હુમલો થયો હતો, જ્યારે જમ્મુ-શ્રીનગર હાઇવે પર તેજીથી આગળ વધી રહેલા સીઆરપીએફના જવાનોના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલામાં ભારતના ૪૦ વીર જવાન શહીદ થઈ ગયા. પુલવામાં જિલ્લાના અવંતીપોરા પાસે લેથપોરા વિસ્તારમાં થયેલા હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી, ત્યારબાદ ભારતે માત્ર ૧૨ દિવસમાં જ નાપાક પાકિસ્તાન સાથે બદલો લઈ લીધો. ભારતે ૨૬ ફેબ્રુઆરીના રોજ બાલાકોટ એરસ્ટ્રાઈક કરીને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને ઢેર કર્યા હતા.

પુલવામાં હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ આખા દેશમાં ગુસ્સાનો માહોલ હતો. ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ની બપોરના સમયે ૩૦૦ કિલો વિસ્ફોટકથી લાદેલી ગાડીએ સીઆરપીએફના જવાનોની ગાડીને ટક્કર મારીને કાફલાને ઉડાવી દીધો હતો. આતંકી હુમલા બાદ જવાનોને નજીકની આર્મી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ઘટનાસ્થળ પર જ મોટી સંખ્યામાં જવાનોના મોત થઈ ગયા હતા. ઘટનાની થોડી મિનિટો બાદ જ આખી દુનિયામાં તેની નિંદા થવા લાગી.

મોટા ભાગના દેશોએ ભારતના વીર જવાનો પર થયેલા આતંકી હુમલાની નિંદા કરી. આ ઘટનાને અંજામ આપનાર હુમલાવર આદિલ અહમદ ડાર હતો. એ સિવાય હુમલામાં સજ્જાદ ભટ્ટ ભટ્ટ, મુદસિર અહમદ ખાન જેવા આતંકીઓના હાથ પણ હતા, ત્યારબાદ સેનાએ તેમને મોતને ઘાટ ઉતારી દીધા. ઘટનાની તપાસ દ્ગૈંછએ કરી, જેમાં તેણે ૧૩,૫૦૦ પાનાંની ચાર્જશીટ દાખલ કરી