પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં ૧ આતંકવાદી માર્યો ગયો

જમ્મુ, કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે, પરંતુ હજુ સુધી તેનો મૃતદેહ મળ્યો નથી. પુલવામા જિલ્લાના ફ્રસીપુરા વિસ્તારમાં કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન ગોળીબાર થયો હતો. વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી જેમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. મળતી માહિતી મુજબ અહીં એક આતંકીને ઘેરી લેવામાં આવ્યો છે. કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો છે. પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.

લોક્સભા ચૂંટણીની જાહેરાત બાદ કાશ્મીર ઘાટીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. સુરક્ષા દળો અહીં ખૂબ જ તૈયાર જણાય છે. ગમે ત્યાંથી કેટલાક ઇનપુટ મળ્યા પછી, તેઓ એલર્ટ મોડ પર આવે છે અને તરત જ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરે છે. એન્કાઉન્ટર અંગે પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આતંકવાદીઓની હાજરીની બાતમી મળતાં સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીર જિલ્લાના રાજપુરા વિસ્તારના ફ્રસીપુરા ગામને ઘેરી લીધું હતું અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આતંકવાદીઓએ દળો પર ગોળીબાર કર્યા બાદ સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું.

અગાઉ ૫ એપ્રિલે સમાચાર આવ્યા હતા કે સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના ઉરીમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ કાર્યવાહીમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. સેનાના એક સૂત્રને ટાંકીને મીડિયામાં સમાચાર આવ્યા હતા કે ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે સબુરા નાલા સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.