પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનોને કોમર્સ કોલેજ ગોધરાની અનોખી શ્રદ્ધાંજલિ

ગોધરા,

શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે તારીખ 14 ફેબ્રુઆરી 2019 ના રોજ આતંકવાદીઓ દ્વારા દેશના વીર જવાનો પર કાયરાનો હુમલો કરી 44 જેટલા જવાનોને શહીદ કરી દીધા હતા. ત્યારે દેશ માટે શહીદી વહોરી લેનાર શહીદોને 14 ફેબ્રુઆરીએ કોમર્સ કોલેજ ગોધરાના વિદ્યાર્થીઓએ યાદ કરી બે મિનિટનું મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી.

વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં ખૂબ વિશાળ રેલી કાઢી “ભારત માતાકી જય ”ના નારા સાથે “શહીદો અમર રહો”ના નારા બોલાવી પુન: હોલમાં આવ્યા હતા અને તમામ વિદ્યાર્થીઓએ દિપક અથવા મીણબત્તી પ્રગટાવી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

પ્રારંભમાં કોલેજના પ્રિન્સિપાલ અરૂણસિંહ સોલંકી દ્વારા પુલવામાં હુમલા વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી અને ત્યારબાદ કોલેજની વિદ્યાર્થીની કુ. મુસ્કાન શેખ દ્વારા ” જો શહીદ હુએ હૈ ઉનકી, જરા યાદ કરો કુરબાની………”નું દેશભક્તિનું ગીત રજૂ કરતા ઉપસ્થિત વિદ્યાર્થીઓની આંખોમાં ઝળહળીયા આવી ગયા હતા. તમામ વિદ્યાર્થીઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને દેશના જવાનો માટે આભારની લાગણી વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કોમર્સ કોલેજ ગોધરાના એન.એસ.એસ. વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ મોટાભાગે બ્લેક કપડા પહેરી આ દિવસને ‘બ્લેક ડે’ તરીકે પણ ઉજવ્યો હતો.