મુંબઇ, પુલક્તિ સમ્રાટે આશરે ૪ વર્ષ સુધી ડેટ કર્યા બાદ એક્ટ્રેસ કૃતિ ખરબંદા સાથે સગાઇ કરી લીધી છે. બંનેએ પોતાની જર્ની શરૂ કરી દીધી છે. આ સગાઇ તેના એક મિત્રના ઘરમાં થઇ. પુલક્તિ અને કૃતિની એન્ગેજમેન્ટની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે.
વાયરલ થઇ રહેલી આ બે તસવીરોમાંથી એકમાં કૃતિ એન્ગેજમેન્ટ રિંગ લોન્ટ કરતાં જોવા મળી રહી છે. તે રોમેન્ટિક અંદાજમાં પુલક્તિ સાથે ઉભી છે. ત્યાં બીજી તસવીરમાં બંને પોતાની ફેમિલી અને નજીકના મિત્રો વચ્ચે ઉભા છે.
આ તસવીરોને રિયા લૂથરા નામના એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવી છે. આ તસવીરોને શેર કરતાં રિયાએ લખ્યું, ‘ફેમ ફેમ! બ્લેસ્ડ.’ કૃતિ અને પુલક્તિ પોતાના મિત્રો સાથે સ્માઇલ કરતાં જોવા મળી રહ્યાં છે. ગોલ્ડ બોર્ડર વાળા રોયલ બ્લૂ અનારકલી ડ્રેસમાં કૃતિ ખૂબસૂરત લાગી રહી છે. તેણે આ ડ્રેસને પીચ કલરના નેટ વાળા દુપટ્ટા સાથે પેર કર્યો છે.
તેવામાં એન્ગેજમેન્ટ સેરેમની માટે પુલક્તિ સમ્રાટે લાવર પ્રિન્ટ વાળો વ્હાઇક કુર્તો પહેર્યો હતો. તેમાં તે એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો. તેણે પણ પોતાની એન્ગેજમેન્ટ રિંગ લોન્ટ કરી. પુલક્તિ અને કૃતિના ફેન્સ અને ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા મિત્રો કપલને શુભેચ્છા પાઠવી રહ્યાં છે. બંનેની જોડીને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યાં છે.
પુલક્તિ સમ્રાટે તેની પહેલા, બોમ્બે ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, કૃતિ ખરબંદા અને તે એકબીજાને કંપ્લીટ કરે છે. એકબીજા વિના બંને અધૂરા છે. તેણે કહ્યું હતું, સૌથી સારા દોસ્ત કે પાર્ટનરના રૂપમાં અમે એકબીજાને પોતાના જીવનમાં વ્યક્તિગત રૂપે વધવા અને કામ પર યાન આપવા માટે ઇન્સ્પાયર કરીએ છીએ.
પુલક્તિ સમ્રાટે કહ્યું હતું, અમે બંને મહત્વાકાંક્ષી પર્સનાલિટી છીએ. અમે અમારા કરિયરમાં ઘણીવાર અસફળતાઓનો સામનો કર્યો છે અને એટલે જ અમને તે પ્રોત્સાહનની જરૂર છે.
તેણે કહ્યું કે, હું ખુશનસીબ છું કે તે મારા જીવનમાં છે, કારણ કે તે મને જમીન પર અને સાચા રસ્તે રાખે છે. હાલ અમે આ જ કરી રહ્યાં છીએ. બસ પોતાનું બેસ્ટ વર્ઝન બનવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ અને એકબીજા માટે વધુ સારા બની રહ્યાં છીએ.