આ વેડિંગ સીઝનમાં શહેનાઈ અન્ય એક અભિનેતાના ઘરે વાગવાની છે. તાજેતરમાં પુલક્તિ સમ્રાટ અને કૃતિ ખરબંદાની સગાઈના ફોટા સામે આવ્યા હતા. જોકે, બંનેએ લગ્નની તારીખ જાહેર કરી ન હતી. માત્ર અહેવાલો દાવો કરી રહ્યા હતા કે તેઓ ફેબ્રુઆરીમાં લગ્ન કરી શકે છે. રકુલ પ્રીત અને જેકી ભગનાની બાદ હવે ફેન્સ તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે આને લગતું એક નવું અપડેટ સામે આવ્યું છે.
કૃતિ ખરબંદા અને પુલક્તિ સમ્રાટના લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર લીક થયું છે. કાર્ડમાં કપલનો કોલાજ છે અને તેમાં લખ્યું છે, મારા લોકો સાથે ઉજવણી કરવા માટે રાહ જોઈ શક્તો નથી. પુલક્તિ અને કૃતિને ઘણો પ્રેમ. આ સાથે જ બંનેના લગ્નની તારીખ પણ સામે આવી છે. જો કે, સત્ય શું છે, હજુ સુધી કોઈ નક્કર માહિતી મળી નથી.
જો રિપોર્ટનું માનીએ તો પુલક્તિ અને કૃતિ ૧૩ માર્ચ ૨૦૨૪ના રોજ લગ્ન કરી શકે છે. બંનેએ લગ્નની તૈયારીઓ પણ કરી લીધી છે. એક અઠવાડિયા પછી બંને એકબીજાને ૭ જન્મો માટે કાયમ માટે વચન આપશે. અભિનેત્રીની વેલેન્ટાઇન ડે પોસ્ટ એ સંકેત આપતી હતી કે આ સાત ફેરા ક્યારે થશે. તેણે ફોટો સાથે કેપ્શનમાં લખ્યું, ’હાથમાં હાથ, અને માર્ચમાં એક્સાથે ચાલો.’
પુલક્તિ સમ્રાટના આ બીજા લગ્ન હશે. સૌથી પહેલા તેના સલમાનની બહેન સાથે થયા હતાં, પરંતુ બાદમાં તેઓએ છૂટાછેડા લીધા હતા. હવે તે કૃતિ સાથે પોતાનું જીવન પસાર કરવા જઈ રહ્યો છે. ૩૦ જાન્યુઆરીએ કૃતિ અને પુલક્તિની રોકા સેરેમની હતી. અને તેના ફોટા પણ શેર કર્યા છે. આ દરમિયાન માત્ર પરિવાર અને કેટલાક મિત્રો હાજર હતા.