પુજારાનો ૧૨મી વખત શિકાર કરીને નાથન લાયને તોડ્યો ૧૭ વર્ષ જૂનો રેકોર્ડ

નવીદિલ્હી,

ઑસ્ટ્રેલિયન બોલર નાથન લિયોને શેન વોર્નનો ૧૭ વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. નાથન લિયોન એશિયામાં સૌથી વધુ વિકેટ લેનારો વિદેશી બોલર બન્યો છે. તેણે ૨૦૧૧થી અત્યાર સુધી એશિયામાં ૨૭ મેચની અંદર ૧૨૯ વિકેટ લીધી છે.લાયન પહેલાં આ રેકોર્ડ ઑસ્ટ્રેલિયાના જ શેન વોર્નના નામે હતો જેણે ૧૯૯૨થી ૨૦૦૬ દરમિયાન ૨૫ મેચમાં ૧૨૭ વિકેટ લીધી હતી.

આ મામલે ત્રીજા નંબરે ન્યુઝીલેન્ડનો ડેનિયલ વિટોરી (૯૮ વિકેટ), આફ્રિકાનો ડેલ સ્ટેન (૯૨ વિકેટ), ઈંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન (૮૨ વિકેટ) અને વિન્ડિઝનો કર્ટની વોલ્શ (૭૭ વિકેટ) છે. એટલું જ નહીં લિયોને આ મેચમાં ચેતેશ્ર્વર પુજારાને ૧૨મી વાર પોતાનો શિકાર બન્યો છે. તેણષ અત્યાર સુધી કરિયરમાં સૌથી વધુ વખત ચેતેશ્ર્વરની જ વિકેટ મેળવી છે. લાયને ભારત વિરુદ્ધ ૨૧મી ટેસ્ટ મેચમાં ચેતેશ્ર્વરને ૧૨મી વખત પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે.

આ મામલે બીજા નંબરે ભારતનો જ અજિંક્ય રહાણે છે. લિયોન ૧૭ ટેસ્ટમાં ૧૦ વાર રહાણેને પોતાનો શિકાર બનાવી ચૂક્યો છે. ત્રીજા નંબરે સંયુક્ત રીતે ઈંગ્લેન્ડનો સ્ટુઅર્ટ બ્રોડ, બેન સ્ટોક્સ અને મોઈન અલી (તમામની નવ-નવ વિકેટ) છે.