પુંછ આતંકી હુમલામાં શહીદ થયા પંજાબના ૪ જવાન, મુખ્યમંત્રી ભગવંત માને કર્યુ ૧-૧ કરોડ આપવાનુ એલાન

ચંદીગઢ,જમ્મુ-કાશ્મીરમાં ગુરુવારે આતંકી હુમલો થયો હતો. ફરી એકવાર આતંકીઓએ સેનાના વાહનને નિશાન બનાવીને હુમલો કર્યો. આ હુમલામાં સેનાના પાંચ જવાન શહીદ થયા છે, જ્યારે એક જવાનની હાલત ગંભીર છે. શહીદ થયેલા પાંચ સૈનિકોમાંથી ચાર પંજાબના છે.

પંજાબે તેના ચાર પુત્રો ગુમાવ્યા છે. રાજ્યમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. શુક્રવારે રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માને શહીદ થયેલા જવાનોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી હતી. સીએમ માન પંજાબના શહીદ થયેલા જવાનોના પરિવારજનોને એક-એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

પંજાબના ચાર જવાનોએ દેશની રક્ષા માટે બલિદાન આપ્યું હતું. મનદીપ સિંહ ચંકોઈયાં કાકન ગામનો રહેવાસી હતો, તલવંડી બારથ ગામના હરકૃષ્ણ સિંહ, ચારિકનો કુલવંત સિંહ અને પંજાબના વાઘાનો સેવક સિંહ હતો. પંજાબમાં શોકનું વાતાવરણ છે. શહીદ જવાનોના પરિવારો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. કોઈએ વિચાર્યું ન હતું કે આવા સમાચાર આવશે.