PUBGનાં શોખિનો માટે ખુશખબર, ચીન સાથે કંપનીએ તોડ્યો સંબંધ, ફરીથી ચાલુ થઇ શકે

દુનિયાભરમાં લોકપ્રિય મોબાઇલ ગેમિંગ એપ પબજી(PUBG)ને બનાવનારી કંપની પબજી કોર્પોરેશને પ્રતિબંધ બાદ મોટું પગલું ઉઠાવ્યું છે, પબજી કોર્પોરેશને ચીન સ્થિત ટેંસેંન્ટ ગેમ્સ સાથે ભારત માટેનો સંબંધ તોડવાની ઘોષણા કરી છે, હવે પબજી કોર્પોરેશન કંપની જ ભારતમાં પબજી ગેમ્સની જવાબદારી સંભાળશે.

પબજી  કોર્પોરેશને આ પગલું ભારત સરકારનાં એ નિર્ણય બાદ ઉઠાવ્યું છે, જેમાં સરકારે પબજી મોબાઇલ અને પબજી લાઇટ સહિતની 118 ચાઇનીઝ અપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. 

પબજી કોર્પોરેશને નિવેદન આપીને કહયું કે અમે એ નિર્ણય લીધો છે કે પબજી  કોર્પોરેશન દેશમાં ગેમની પબ્લિસિંગની જવાબદારી સંભાળશે, કંપનીએ વધુમાં જણાવ્યું કે સરકાર દ્વારા લેવામાં આવેલા ઉપાયોની સારી રીતે સમજે છે, અને તેનું સન્માન કરે છે.

ખેલાડીનાં ડેટાની ગુપ્તતા અને સુરક્ષા કંપની માટે સર્વોચ્ચ પ્રાથમિક્તા છે, અમે આશા રાખીએ છિએ કે સરકાર સાથે ચાલી રહેલી ચર્ચાનાં કારણે કોઇ સમાધાન શોધી કાઢવામાં આવશે, જેથી ગેમર્સને ફરી એક વખત બેટલ ગ્રાઉન્ડમાં ઉતારી શકીએ.

અત્રે ઉલ્લેખનિય છે કે પબજી મોબાઇલ પ્લેયરઅનનોન બેટલગ્રાઉન્ડનું મોબાઇલ વર્ઝન છે, તેની માલિકી દક્ષિણ કોરિયાની કંપની પબજી કોર્પોરેશન પાસે છે, કંપનીએ નિવેદનમાં કહ્યું કંપની એક્ટિવ રીતે ઘણા પ્લેટફોર્મ્સ પર પબજીને ઉત્તમ બનાવવા અને પબ્લિશિંગમાં લાગી ગઇ છે, જેથી ગેમર્સને સર્વશ્રેષ્ઠ અનુભવ મળી શકે.