પીટીસી કોલેજ દેવગઢબારીયા ખાતે તાલુકા કક્ષાનો કૃષિ મેળો અને પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

દાહોદ, ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ -2023 અંતર્ગત જાડા ધાન્ય પાકો અને પ્રાકૃતિક કૃષિ વિશે ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે તાલુકા કક્ષાનો કૃષિ મેળો વ પરિસંવાદ કાર્યક્રમ પીટીસી કોલેજ દેવગઢ બારીયા ખાતે રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડનાં અધ્યક્ષસ્થાને યોજાયો.

રાજ્ય કક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ ખેડૂતોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય તૃણ ધાન્ય વર્ષ તરીકે જાહેર કર્યું છે. આમ જોઈએ તો તૃણ ધાન્ય પાકોનું વર્ષોથી આપણે વાવેતર કરતા આવ્યા છીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પ્રાકૃતિક કૃષિ વ્યાપ વધારવા માટે કટિબદ્ધ છે. નાગરિકોના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ આવશ્યક બની રહી છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આરોગ્યની જાળવણી કરવા માટે પણ આપણા ખેડૂતોએ મિલેટસ ધાન્યોનું વાવેતર વધારવું જોઈએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને આત્મનિર્ભર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મીલેટસ ધાન્યોના ઉત્પાદનને સતત પ્રોત્સાહન પૂરૂં પાડવામાં આવી રહ્યું છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ ઉપયોગ બંધ કરી પ્રાકૃતિક કૃષિ કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. મારી સૌ ખેડૂતોને અપીલ છે કે આપણી આવનારી પેઢી અને આપણા સૌના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ કરીએ.

મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવો હસ્તે લાભાર્થી ખેડૂતોને સહાય ચુકવણી અને પૂર્વ મંજૂરી હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવ્યાં હતાં. જેની મંત્રી એ મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે આ પ્રસંગે, જીલ્લા પંચાયત ઉપ પ્રમુખ અરવિંદાબેન પટેલિયા, તાલુકા પંચાયત પ્રમુખ જશવંતસિંહ રાઠવા, જીલ્લા પંચાયત ના સભ્ય ઓ, જીલ્લા ખેતીવાડી અધિકારી પ્રથિક દવે, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો ડી.એલ.પટેલ, વરિષ્ટ વૈજ્ઞાનિકો ઓ સહિત ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.