- પૂર્વ આઈ.એ.એસ એસ કે લાંગાના રિમાન્ડ મંજૂર
- એસ કે લાંગાના કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યો
- 17 જૂલાઈ સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા
ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ.કે. લાંગા સામે બે મહિના પહેલાં ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત મામલે ગુનો નોંધાયા બાદ ગાંધીનગર પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આજે ગાંધીનગર સેશન્સ કોર્ટેમાં પૂર્વ આઈ.એ.એસ એસ કે લાંગાને રજૂ કરાયો હતો અને જ્યાં રિમાન્ડની માંગણી કરતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યો છે. જણાવીએ તો એસ કે લાંગાના 17 જૂલાઈ સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.
શું છે એસ કે લાંગા કેસ?
એસ.કે.લાંગા વિજય રૂપાણી સરકારમાં ગાંધીનગરના કલેક્ટર હતાં. પોતાના કાર્યકાળ દરમિયાન હોદ્દાનો દુરુપયોગ કરીને જે-તે વખતના તત્કાલીન ચીટનીશ તથા આર.એ.સી. તથા પોતાના મળતિયાઓના આર્થિક ફાયદા કારસો રચ્યો હતો. પૂર્વ આયોજિત કાવતરા મુજબ જમીનના ખોટા NAના હુકમો કર્યા હતા. બાદમાં સરકારમાં ભરવાની થતી પ્રીમિયમની રકમનો પણ ઉલાળિયો કર્યો હતો અને સરકારને આર્થિક નુકસાન પણ પહોંચાડ્યું હતું. બિનખેડૂતને ખેડૂત તરીકે દર્શાવ્યા હતા. તેમણે નવી શરતની જમીન જૂની શરતમાં દર્શાવી ખોટા પુરાવા હોવાનો પણ આરોપ છે. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા વ્યાસા સમિતિના રિપોર્ટના આધારે SITએ શરૂ તપાસ શરૂ કરી હતી. બાદમાં કાર્યવાહી ટાણે તેઓ માઉન્ટ આબુમાં હોવાની માહિતી મળતાં ગાંધીનગર પોલીસે ગુપ્ત ઓપરેશન હાથ ધરી તેમની ધરપકડ કરી હતી.