રાઈફલની ગોળી કરતાં પણ વધુ ઝડપે પૃથ્વીની નજીક આવી રહ્યો છે asteroid 2022 KY4, કેટલો ખતરો છે જાણો

આજે 17 જુલાઈ 2022 ના રોજ, એક એસ્ટરોઇડ પૃથ્વીની ખૂબ નજીક આવી રહ્યો છે. અગાઉ, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) ને આપણા ગ્રહની નજીક એક નાનો 41 ફૂટ પહોળો એસ્ટરોઇડ મળ્યો હતો અને હવે ખગોળશાસ્ત્રીઓએ એક વિશાળ એસ્ટરોઇડના આગમનની ચેતવણી આપી છે જે આજે એટલે કે 17 જુલાઈએ પૃથ્વીની સૌથી નજીક પહોંચવા માટે તૈયાર છે.

આ એસ્ટરોઇડની ઓળખ 2022 KY4 તરીકે કરવામાં આવી છે. ખગોળશાસ્ત્રીઓના મતે, તેનુ 50 માળની ગગનચુંબી ઈમારતનું કદ છે. તે લગભગ 290 ફૂટ પહોળો છે અને લગભગ 100 વર્ષમાં આપણા ગ્રહની સૌથી નજીક આવી રહ્યો છે.

શું પૃથ્વી માટે ખતરનાક છે એસ્ટરોઇડ 2022 KY4?

  • સંશોધકોના જણાવ્યા અનુસાર, આ સ્પેસ રોક લગભગ 3.8 મિલિયન માઇલ એટલે કે 6.1 મિલિયન કિલોમીટરના અંતરેથી પૃથ્વી પરથી પસાર થશે. નાસાના જણાવ્યા અનુસાર, આ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના સરેરાશ અંતર કરતાં વધુ છે, તેથી ચિંતા કરવાની કોઈ વાત નથી.
  • આ એસ્ટરોઇડ 2022 NF થી ઘણો દૂર છે, જે 7 જુલાઈના રોજ 56,000 માઈલ (90,000 km) ની ત્રિજ્યામાં આવ્યો હતો.
  • એસ્ટરોઇડ 2022 KY4 16,900 mph (27,000 km/h)ની અંદાજિત ઝડપે મુસાફરી કરી રહ્યો છે. આ ઝડપ રાઈફલની બુલેટ કરતા આઠ ગણી વધુ છે. તે પ્રથમ વખત 1959 અને 1948માં પૃથ્વીની નજીક આવ્યો હતો.