પૉર્નોગ્રાફી કેસમાં હવે રાજ કુંદ્રાનું બચવું મુશ્કેલ, ચાર કર્મચારીઓ આ કામ કરવા તૈયાર

ANIની ખબર મુજબ અશ્લીલ ફિલ્મોના મામલે શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રા સાથે કામ કરતાં 4 કર્મચારીઓ હવે સાક્ષી બની ગયા છે. મજિસ્ટ્રેટ કોર્ટે શુક્રવારે કુંદ્રાની પોલીસ કસ્ટડીમાં 27 જુલાઈ સુધી વધારી દીધી હતી. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 11 લોકોને પકડવામાં આવ્યા હતા. હવે એવું સામે આવ્યું કે કુન્દ્રાની સાથે કામ કરતાં 4 કર્મચારી સાક્ષી બની ગયા છે.

રાજ કુંદ્રા કેસમાં વધુ એક મોટી અપડેટ
અશ્લીલ ફિલ્મોના કથિત નિર્માણ અને અમુક એપ્સ દ્વારા તેને પ્રસારિત કરવાના સંદર્ભમાં મુંબઈ પોલીસે ફરીથી રાજ કુંદ્રાની ઓફિસની તપાસ કરી હતી. શનિવારે કરવામાં આવેલી આ તપાસમાં એક હિડન લોકર મળી આવ્યું છે. જેમાં ઘણાં બધાં ડોક્યૂમેન્ટ્સ હતા, પોલીસે તેને જપ્ત કરી લીધા છે. તમને જણાવી દઈએ કે, મજિસ્ટ્રેટ કોર્ટે શુક્રવારે કુંદ્રાની પોલીસ કસ્ટડીમાં 27 જુલાઈ સુધી વધારી દીધી હતી.

મુંબઈ પોલીસે ક્રાઈમ બ્રાન્ચે શનિવારે અંધેરી વેસ્ટમાં સ્થિત રાજની ઓફિસ વિયાન કંપનીની ફરી તપાસ કરી હતી. અહીં પોલીસે એક લોકર જપ્ત કર્યું. એવું કહેવાય છે કે આ લોકરને છુપાઈને રાખવામાં આવ્યું હતું. તેમાં બિઝનેસ, ક્રિપ્ટોકરન્સી સહિતના ડોક્યૂમેન્ટ્સ મળી આવ્યા છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ તેની તપાસ કરી રહી છે.

19 જુલાઈએ રાજ કુંદ્રાની ધરપકડ
19 જુલાઈના રોજ મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાંચે રાજ કુંદ્રાને પૂછપરછ માટે બોલાવ્યો હતો. રાતના 9 વાગે રાજ ભાયખલા ઓફિસ ગયો હતો અને બે કલાકની પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ તેની સામે ભારતીય દંડ સંહિતા અને માહિતી ટેકનોલોજી અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યા અનુસાર, 45 વર્ષીય બિઝનેસમેન અશ્લીલ સામગ્રીના નિર્માણ અને વેચાણની ગેરકાયદેસર પ્રવૃત્તિથી નાણાકીય લાભ મેળવતો હતો. પોલીસે કુંદ્રાનો મોબાઇલ જપ્ત કરી લીધો છે અને તપાસ તાલી રહી છે. કુંદ્રા સિવાય પોલીસે અન્ય આરોપી રયાન થોરપેને પણ કોર્ટમાં હાજર કર્યા. કોર્ટે તેમની પણ કસ્ટડીમાં 27 જુલાઈ સુધી વધારી દીધી.