- કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી કોરોનાથી સંક્રમિત થયા
- એક મહિનામાં બીજી વાર કોરોના પોઝિટિવ આવ્યા
- ઘરમાં જ થયાં આઈસોલેટ, ટ્વિટ કરીને આપી જાણકારી
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ફરીથી કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમણે ખુદ ટ્વિટ કરીને તેના વિશે જાણકારી આપી છે.પ્રિયંકાએ જણાવ્યું છે કે, હું ફરીથી કોરોના પોઝિટિવ થઈ ગઈ છું. તેમણે જણાવ્યું છે કે, ઘરે જ આઈસોલેટર થઈ ગઈ છે અને તમામ પ્રોટોકોલનું પાલન કરશે.
પ્રિયંકા ગાંધી બે મહિનામાં બીજી વાર કોરોનાથી સંક્રમિત થયા છે. આ અગાઉ તેઓ 3 જૂનના રોજ કોરોનાથી પોઝિટિવ થયા હતા. ત્યારે તેમની માતા અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. પ્રિયંકાએ ત્યારે પણ ટ્વિટ કરીને કહ્યું હતું કે, હળવા લક્ષણો બાદ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યો છએ. જો કે, ત્યારે પણ તેઓ ઘરમાં જ આઈસોલેટ થયા હતા. પોતાના સંપર્કમાં આવેલા લોકોને સાવધાની રાખવા માટે કહ્યું હતું.