- પ્રિયંકાએ બોલિવૂડની લગભગ ૫૩ ફિલ્મમાં કામ કર્યું છે,. જેમાં બર્ફી, બાજીરાવ મસ્તાની, દોસ્તાના, ક્રિશ અને ડોન-૨ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
મુંબઇ,પ્રિયંકા ચોપરાએ હોલિવૂડમાં જવાના નિર્ણય પર મૌન તોડ્યું છે. તાજેતરમાં ડેક્સ શેફર્ડના પોડકાસ્ટ શો આર્મચેયર એક્સપર્ટમાં પ્રિયંકાએ કહ્યું હતું કે ‘તે કારકિર્દીની ટોચ પર હતી ત્યારે બોલિવૂડ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી અને ગાવાનું શરૂ કર્યું હતું. તેણે અમેરિકામાં પોતાના માટે કામ શોધવાનું શરૂ કર્યું.’
પ્રિયંકાએ કહ્યું હતું કે ‘તે બોલિવૂડમાં ઇચ્છિત કામ મેળવી શકી નહિ અને તે ઇન્ડસ્ટ્રીની રાજનીતિથી ખૂબ જ નારાજ છે. બોલિવૂડમાં મળેલાં કામથી તે ખુશ નહોતી.’ પ્રિયંકા ચોપરા આજે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તે યુનિસેફની ગ્લોબલ યુનિસેફ ગુડવિલ એમ્બેસેડર પણ છે.
પ્રિયંકાએ આગળ કહ્યું હતું કે ‘એક મ્યુઝિક વીડિયો જોતા સમયે દેશી હિટ્સની અંજલિ આચાર્યની નજર મારા પર પડી અને તેણે મને કોલ કર્યો. એ સમયે હું ‘સાત ખૂન માફ’ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી. અંજલિએ મને પૂછ્યું કે ‘શું હું અમેરિકામાં સિંગિંગમાં પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છે છે? અને આ જ સમયે હું બોલિવૂડમાંથી બહાર નીકળવાનું વિચારી રહી હતી.’ તે કહે છે, ‘આ સમયે હું અહીંથી જ નીકળવાનો કોઈ રસ્તો શોધી રહી હતી. મને આ સમયે ઈન્ડસ્ટ્રીના એક ખૂણામાં ધકેલવામાં આવી હતી. લોકો મને કાસ્ટ કરવાથી ડરતા હતા. લોકોને મારાથી અઢળક ફરિયાદો હતી. હું પોલિટિકલ ગેમ રમવામાં એક્સપર્ટ નથી અને હું આ પોલિટિક્સથી થાકી પણ ગઈ હતી અને મને એક બ્રેક જોઈતો હતો.’
પ્રિયંકાએ કહ્યું- ‘મ્યુઝિકને કારણે મને દુનિયાના અન્ય ભાગોને એક્સપ્લોર કરવાની તક મળી. મને જે ફિલ્મો મળી રહી હતી એના માટે હું ક્યારેય ઝંખતી નહોતી. મેં આ સમય સુધીમાં ઈન્ડસ્ટ્રીમાં ઘણું કામ કર્યું હતું અને હવે મને નહોતું લાગતું કે, હવે હું એ કરવા માગું છું, તેથી જ્યારે મ્યુઝિકની ઓફર આવી ત્યારે મેં કહ્યું – ‘તમે નરકમાં જાઓ, હું અમેરિકા જાઉં છું.’પ્રિયંકાએ વર્ષ ૨૦૧૨માં પોતાની સિંગિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. તેનું પહેલું ગીત ‘ઇન માય સિટી’ હતું, આ સિવાય તેણે ‘એક્ઝોટિક’, ‘આઇ કેન ટુ મેક યુ લવ મી’ જેવાં ગીતો ગાયાં હતાં. આ સિવાય તેણે વર્ષ ૨૦૧૫માં આવેલી ફિલ્મ ‘મેરી કોમ’માં પોતાનું પહેલું બોલિવૂડ સોન્ગ ગાયું હતું.
પ્રિયંકા ચોપરાએ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. તેણે પિટબુલ ફેરેલ વિલિયમ્સ અને જે ઝેડ જેવા આંતરરાષ્ટ્રીય સિંગર્સ સાથે કામ કર્યું હતું. જોકે સિંગિંગમાં તેની કારકિર્દી લાંબી ટકી શકી નહોતી. આ દરમિયાન પ્રિયંકાને અહેસાસ થયો કે તેની એક્ટિંગ સારી છે. આ પછી કોઈએ પ્રિયંકા ચોપરાને સલાહ આપી કે ‘તે અમેરિકામાં એક્ટિંગમાં હાથ અજમાવી શકે છે.’પ્રિયંકાએ બોલિવૂડની લગભગ ૫૩ ફિલ્મમાં કામ કર્યું છે,. જેમાં બર્ફી, બાજીરાવ મસ્તાની, દોસ્તાના, ક્રિશ અને ડોન-૨ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૧૯માં તેની છેલ્લી બોલિવૂડ ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ હતી, જેનું બોક્સ ઓફિસ કલેક્શન કંઇ જ નહોતું. જોકે પ્રિયંકા વર્ષ ૨૦૧૫ બાદ બોલિવૂડની ફિલ્મોમાં વધારે એક્ટિવ નથી રહી. હવે તે હોલિવૂડની ફિલ્મો અને આંતરરાષ્ટ્રીય શોમાં પોતાની ઓળખ બનાવી રહી છે.’
પ્રિયંકાએ વર્ષ ૨૦૧૫માં શો ‘ક્વાન્ટિકો’થી હોલિવૂડમાં એક્ટિંગની શરૂઆત કરી હતી. આ પછી તેણે વર્ષ ૨૦૧૭માં ‘બેયવોચ’માં, વર્ષ ૨૦૧૮માં ફિલ્મ ‘અ કિડ લાઇક જેક’માં કામ કર્યું હતું અને વર્ષ ૨૦૧૯માં તેની ફિલ્મ ‘ઇઝન્ટ ઈટ રોમેન્ટિક’. વર્ષ ૨૦૨૩માં પ્રિયંકા ‘સિટાડેલ’ અને ‘લવ અગેન’માં જોવા મળશે. આ સિવાય તેની આગામી બોલિવૂડ ફિલ્મ ‘જી લે ઝરા’ છે, જેમાં પ્રિયંકાની સાથે આલિયા અને કેટરિના કૈફ પણ છે.