કર્ણાટકમાં સ્થાનિક લોકો માટે પ્રાઈવેટ નોકરીઓમાં ૧૦૦ ટકા અનામતની જોગવાઈ કરીને સિદ્ધારમૈયા સરકાર ફસાઈ છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ગઈ કાલે કેબિનેટના આ નિર્ણયને આવકારતી પોસ્ટ મૂકી હતી જોકે મોટો વિવાદ થતાં આ પોસ્ટ તેમણે ડિલિટ કરી નાખી હતી અને સરકારની સ્પસ્ટતાં પણ સામે આવી છે. શ્રમ મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે ખાનગી નોકરીઓમાં સ્થાનિક લોકો માટે માત્ર ૫૦% અને ૭૦% ક્વોટા હશે. કર્ણાટક સરકારે ખાનગી કંપનીઓમાં ’ઝ્ર અને ડ્ઢ’ ગ્રેડની પોસ્ટ્સ પર ૧૦૦ ટકા કન્નડ લોકોને નિમણૂક કરવાનું ફરજિયાત બનાવવાના બિલને મંજૂરી આપ્યા પછી, કર્ણાટકના પ્રધાન એમબી પાટીલે કહ્યું, મેં જોયું છે કે ઘણા લોકો આ અંગે ચિંતિત છે. આશંકા છે. અમે આ મૂંઝવણને દૂર કરીશું અને તેનો ઉકેલ લાવીશું જેથી કોઈ વિપરીત અસર ન થાય.
બાયોકોન લિમિટેડના ચેરપર્સન કિરણ મઝુમદાર શૉએ બુધવારે જણાવ્યું હતું કે ખાનગી કંપનીઓમાં કન્નડીગા માટે આરક્ષણ ફરજિયાત કરવાના કર્ણાટક સરકારના નિર્ણયમાંથી ઉચ્ચ-કુશળ ભરતીને બહાર રાખવી જોઈએ. તેમણે કહ્યું કે સ્થાનિક લોકો માટે નોકરીઓમાં અનામતથી ટેક્નોલોજી ક્ષેત્રે રાજ્યની અગ્રણી સ્થિતિને અસર થવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે ટેક્નોલોજી હબ તરીકે, અમને કુશળ પ્રતિભાની જરૂર છે.
કર્ણાટક કેબિનેટે એક બિલ પાસ કર્યું છે જેમાં ઉદ્યોગો, કારખાનાઓ અને અન્ય સંસ્થાઓમાં સ્થાનિક લોકો માટે મેનેજમેન્ટ પોસ્ટ્સ પર ૫૦ ટકા ૭૫ ટકા નોન-મેનેજમેન્ટ પોસ્ટ્સ પર નિમણૂકની જોગવાઈ કરવામાં આવી છે.