પ્રાથમિક શૈક્ષિક મહાસંધ દાહોદ જીલ્લાની જનરલ સાધારણ સભામાં રાજ્ય અધ્યક્ષ ભીખાભાઈની ખોટી રીતીનીતીઓ અને મનમાની પૂર્વકનાં વતેન સામે જીલ્લાનાં હોદ્દેદારો દ્વારા આક્રોશ સાથેનો હોબાળો

દાહોદ,પ્રાથમિક શૈક્ષિક મહાસંધ દાહોદ જીલ્લાની જનરલ સાધારણ સભા જીલ્લા અદયક્ષ બળવંતસિંહ લક્ષ્મણસિંહ ડાંગરની અદયક્ષ સ્થાને યોજાઇ હતી. સભાના એજન્ડા મુજબ નવીન કારોબારીની રચના કરવા બાબતના મુદ્દા આવતા દાહોદ જીલ્લા અદયક્ષ તરીકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી સરદારભાઇ મછાર દ્વારા હાલની ચાલુ કારોબારી સભ્યો કે સભામાં હાજર રહેલા અન્ય તાલુકાના હાજર હોદ્દેદારો સાથે કોઈપણ પ્રકારની ચર્ચા કે સવેસમંતી થી ઠરાવ પસાર કર્યો સિવાય જ બિલકુલ મનમાની પૂર્વક જ દેસિંગભાઈ તડવીના નામની સીધેસીધી જાહેરાત કરવામાં આવી હતી તો જ્યારે સભામાં હાજર મોટાભાગના હોદ્દેદારો અને શિક્ષકોમાથી જીલ્લા અદયક્ષ તરીકે બળવંતસિંહ લક્ષ્મણસિંહ ડાંગરની દરખાસ્ત આવી હતી. તેને શિક્ષકો દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. એક જ સ્થાન માટે બે દરખાસ્ત આવતા હાજર રહેલ શિક્ષકો દ્વારા નિર્ણય કરવા અપીલ કરવામાં આવી હતી, પરંતુ ગુજરાત રાજ્ય ટીમના સભ્યો દ્વારા જીલ્લા ની નવીન કારોબારીની નવીન રચના જીલ્લાએ જ નિર્ણય લઈને કરવાનો હોય છે. તેમ છતાં પણ રાજ્ય નાં અધ્યક્ષ અને સંગઠન મંત્રી દ્વારા બિલકુલ મનમાની અને મનસ્વીપણે જણાવ્યું કે, આ અમારી પધ્ધતિ મુજબ જાહેર કરવાનું હોય એવું જણાવીનેં બદઈરાદા પુર્વકનું કૃત્ય થઈ રહેલું જણાતાં જ સભામાં હાજર હોદ્દેદારો અને શિક્ષકોએ બંધારણ મુજબ ચુંટણી કરવા કહ્યું હતું. જેથી સાધારણ સભામાં હંગામો થતાં ભારે તોફાની બની હતી. હાજર રહેલ 400 શિક્ષકો પૈકી 350 થી વધુ શિક્ષકોએ બળવંતસિંહ ડાંગરના સમર્થનમાં નારેબાજી કરી હતી અને પ્રાંત અદયક્ષ ભીખાભાઇ પટેલના વિરૂદ્ધમાં સૂત્રચારો કર્યા હતા. વાતાવરણ વધુ ઉગ્ર બનતા ભીખાભાઇ પટેલ અને પ્રાંત ટીમના સભ્યોએ સભા સ્થળ પરથી ભગવા પ્રયાસ કરતાં શિક્ષકોએ તેઓનો હુરિયો બોલાવ્યો હતો. હાજર રહેલ શિક્ષકોએ તેઓની એમની ગાડીમાં એક કલાક સુધી બાનમાં લીધા હતા. હાજર રહેલ શિક્ષકો દ્વારા ભીખાભાઇ પટેલની ફક્ત સ્વહિત અને સવાથે વૃત્તિ ઓ તેમજ આવી ગંદી નીતિરીતિ સામે ભારેઆક્રોશ વ્યક્ત કર્યો.

જનરલ સાધારણ સભામાં શિક્ષકો દ્વારા ભીખાભાઇ પટેલને શિક્ષક કઈ રીતે ગણવા ?? એ બાબતે પ્રશ્ર્નાર્થ કર્યો હતો. હાલ મુજબ આ ભીખાભાઈ રેવાભાઈ પટેલ કોઈ પણ રીતે પ્રાથમિક શિક્ષક કે ઉચ્ચ પ્રાથમિક, કે સી.આર.સી./ બી.આર.સી. કો-ઓર્ડિનેટર નથી, તેઓએ શિક્ષકો જૂની પેન્શન યોજનાના ભોગે સરકાર સાથે પાછલા દરવાજે સમાધાન કરી જી.સી.આર.ટી.માં હુકમ કરાવેલ છ અને તેઓનો પગાર ખર્ચ પણ ગાંધીનગર જીલ્લા ખાતે જ પડે છે. જેથી તેઓ બંધારણ મુજબ કોઈ પણ રીતે પ્રાથમિક શિક્ષકનું સૂચિમાં આવતું નથી. પોતાના અંગત કામ કરાવવા શિક્ષકોની કર્મચારીઓના પ્રશ્ર્નો રાજ્ય કક્ષાએ રજૂ કરી શકતા નથી. જો રજૂ કરવા જાય તો જી.સી.આર.ટી. નો હુકમ રદ થવાનો ડર સતાવી રહ્યો છે. આ અગાઉ પણ તેઓ પાટણની ગઢા પ્રાથમિક શાળામાં ખુબજ લાંબા સમય સુધી શાળામાં ના જવા અંગેના વિવાદમાં પણ આવી ચૂક્યા છે.

મળતી માહિતી મુજબ સભા સ્થળ છોડયા પછી ભીખાભાઇ અને પ્રાંત ટીમના સભ્યોએ દાહોદ એક હોટલમાં દાહોના 20 થી 25 શિક્ષકો સાથે મીટિંગ કરી હતી. ત્યાં તેઓએ જીલ્લાની નવી ટીમની જાહેરાત કરી હતી.

બંધારણ મુજબ જીલ્લા અદયક્ષના પ્રમુખ સ્થાને બેઠકનું આયોજન થતું હોય છે. જીલ્લા ટીમના સભ્યોની નિયુક્તિ સાધારણ સભા કરતી હોય છે છતાં હોટલમાં બેસી જૂજ શિક્ષકો વચ્ચે નવી ટીમ જાહેર થતાં શિક્ષકોમાં અનેક તર્ક વિતર્ક થવા પામ્યા છે, સંગઠનની રીતિનીત, પદ્ધતિ, અને જોહુકમી સામે નારાજગી વ્યકત કરી છે.

મળતી માહિતી મુજબ જીલ્લા અદયક્ષ બળવંતસિંહ ડાંગર દ્વારા જીલ્લાના શિક્ષકોના પ્રાણ પ્રશ્ર્નો જેવા કે… જૂની પેન્શન યોજના, હેડ ટીચર, બદલી કેમ્પ અને બહેનોની પ્રસૂતિની રજાના પ્રશ્ર્નો આક્રમક રીતે પ્રાંતમાં ભીખાભાઈને વારંવાર રીતે પ્રશ્ર્નો ઉઠાવતા હતા. જેથી પ્રાંત ટીમના ભીખાભાઈ પટેલના પેટમાં તેલ રેડાતું હતું. શિક્ષકોનો અવાજ બનેલ અદયક્ષ બળવંત ડાંગરને યેનકેન રીતે કૂટનીતિના ભાગરૂપે દૂર કરાતા જીલ્લા અને સમગ્ર રાજ્યમાં સંગઠન પ્રત્યે રોષ જોવાઈ રહ્યો છે.