રાષ્ટ્રપતિએ જસ્ટિસ એન કોટેશ્વર સિંહ અને જસ્ટિસ આર મહાદેવનને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાની મંજૂરી આપી

સુપ્રીમ કોર્ટને નવા જજો મળ્યા છે. રાષ્ટ્રપતિએ ન્યાયાધીશોની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. ગુરુવારે, ઝ્રત્નૈં ડ્ઢરૂ ચંદ્રચુડ બંને નવા ન્યાયાધીશોને શપથ લેવડાવશે. જસ્ટિસ એન કોટેશ્વર સિંહ અને જસ્ટિસ આર મહાદેવનને સુપ્રીમ કોર્ટના જજ બનાવવામાં આવશે.

નિમણૂક બાદ જસ્ટિસ સિંહ મણિપુરમાંથી સુપ્રીમ કોર્ટના જજ બનનાર પ્રથમ વ્યક્તિ હશે. હકીક્તમાં, સુપ્રીમ કોર્ટ કોલેજિયમે કેન્દ્ર સરકારને જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન કોટીશ્ર્વર સિંહ અને મદ્રાસ હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ આર મહાદેવનને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી હતી.

આ પહેલા સુપ્રીમ કોર્ટ કોલેજિયમે દેશની સાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસની નિમણૂકની ભલામણ કરી હતી. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે દિલ્હી હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ મનમોહનને દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી હતી. આ સિવાય હિમાચલ પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ એમએસ રામચંદ્ર રાવને ઝારખંડ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવાની ભલામણ કરવામાં આવી હતી.