ઇન્દોર, મધ્ય પ્રદેશના ઈન્દોરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક માથાફરેલ યુવકે પોતાની પ્રેમિકાના ઘરમાં આગ લગાવી દીધી હતી. આરોપીની આ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પીડિતાની ફરિયાદ પર પોલીસે કેસ નોંધી તપાસ શરુ કરી દીધી હતી. આ ઘટના કનાડિયા વિસ્તારમાં થઈ હતી.કહેવાય છે કે, યુવતીએ પોતાના દોસ્ત તરુણ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. તરુણ તેની સાથે ફરી વાત કરવાનું પ્રેશર કરતો હતો. પણ યુવતી તેની સાથે વાત કરવાની ચોખી નાખી પાડી દીધી હતી. તેથી ગુસ્સે થયેલા તરુણે રવિવારની રાતે યુવતીને કોલ કર્યો અને કહ્યું કે, હું તારા ફ્લેટમાં આગ લગાવી દઈશ. ત્યાર બાદ તરુણે કોલ કટ કરી નાખ્યો. તો વળી મહિલા જ્યારે ઘરે પહોંચી તો, લેટની અંદર બધું જ બળીને ખાખ થઈ ગયું હતું અને ફર્નીચર પણ સળગી ગયું હતું.
જાણકારી અનુસાર, ૩૪ વર્ષની યુવતી આલોક નગર વિસ્તારમાં રહે છે. જેની ફરિયાદ પર તરુણ નામના આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. કનાડિયા પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર, આરોપી લિટિલ વંડર સ્કૂલ સુખલિયાનો રહેવાસી છે, જેના વિરુદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવી છે.
આ મામલામાં ડીસીપી અભિષેક આનંદે જણાવ્યું કે, પ્રેમિકાના ઘરને પ્રેમીએ સળગાવી દીધું. બંને વચ્ચે કોઈ વાતને લઈને અણબનાવ ચાલી રહ્યો હતો. યુવતીની ફરિયાદ પર કેસ નોંધી લીધો છે. આરોપી ફરાર છે, જેની શોધખોળ ચાલી રહી છે. આરોપી વિરુદ્ધ આગ લગાવવા અને અન્ય ધારાઓમાં કેસ નોંધી લીધો છે.