પાવાગઢ મંદિરે બાધા પૂરી કરવા આવેલા પરિણીત પ્રેમિકા સાથે પ્રેમીનો પગ લપસતા બંને 150 ફૂટ ઊંડી ખીણમાં પડ્યા હતા. પાવાગઢના ગાઢ જંગલમાં બંને ફરી રહ્યાં હતા ત્યારે અચાનક બંનેના પગ લપસતા 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યા હતા. તેઓએ આખી રાત ખીણમાં આમ તેમ તરફડીયા મારી ને ડરમાં વિતાવી હતી. સવારે ખોવાયેલો મોબાઈલ મળતા 108ને ફોન કરી મદદ માગી હતા. ઘટનાની જાણ થતાં 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ બંનેની શોધખોળ હાથ ધરી હતી. 108ને કોઈ પત્તો ન લાગતા તેમણે પોલીસને જાણ કરી હતી. બાદમાં 108, પોલીસ અને ફાયર ફાઈટરની ટીમે મહામુસીબતે તેની શોધ કરી દોરડા અને સ્ટ્રેચર વડે રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. હાલ બંનેને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ગઈકાલે કલોલ (કડી)નો યુવક તેની પ્રેમિકા એવી ત્રણ સંતાનોની માતા જે પિતરાઈ ભાભી હતી તેની સાથે પાવાગઢ મંદિરે બાધા પૂરી કરવા માટે આવ્યો હતો. પાવાગઢમાં માતાજીના દર્શન કરીને તળેટીમાં આવ્યા પછી તેઓએ ભૂખ લાગતા નાસ્તો ખરીદ્યો હતો. સમી સાંજે તળેટીમાં આવેલા પાતાળ તળાવની સામે હેલીકલ વાવની પાછળના જંગલ વિસ્તારમાં આવેલા ડુંગર ઉપર નાસ્તો કરવા અને ફરવા માટે પહોંચ્યા હતા.

સાંજે અંધારું થઈ ગયું હોવાથી ઘનઘોર જંગલમાં યુવક અને તેની પ્રેમિકા 150 ફૂટ જેટલી ઊંચાઈએથી પડ્યા હોવાથી બંને ઈજાગ્રસ્ત હાલતમાં કણસતા કણસતા પડી રહ્યા હતા. આખી રાત પ્રાણીઓની દહાડ અને ઝરણાઓના ખળખળ અવાજના ડરથી વિતાવી હતી. તેઓની પાસે રહેલા મોબાઇલ પણ ન મળતા વહેલી સવારે મોબાઈલ હાથ લાગતાં બંનેએ 108ને ફોન કરી મદદ માગી હતી. જોકે 108ની ટીમ દોઢ કલાક સુધી જંગલમાં ફરી હતી, પરંતુ યુવક અને યુવતીનું લોકેશન ના મળતા આખરે પાવાગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી.
યુવકને અને મહિલાને બંનેને ગંભીર શારીરિક ઈજાઓ પહોંચી છે. ફાયર ફાઈટરની ટીમે પણ ભારે જહેમત કરીને બંનેને સ્ટ્રેચર અને જોડી બનાવી દોરડા બાંધી ઉપર સુધી લાવ્યા હતા. આ યુવક અને પરિણીત મહિલા ગાંધીનગર પાસેના કલોલ તાલુકાના હોવાનું જાણવા મળ્યું છે. યુવક કિશન રમેશભાઈ ઠાકોર અને મહિલા પાર્વતીબેન અજમલ ઠાકોર હોવાનું યુવક અને મહિલાએ જણાવ્યું છે.