
કણબી પાલ્લી ખાતે આવેલા મોર્યા ડુંગર ઉપર પ્રેમી પંખીડા ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો
ઘોઘંબા તાલુકાના કણબી પાલ્લી ખાતે આવેલ મોર્યા ડુંગર ઉપર એક પ્રેમી પંખીડા ના જોડા એ સજોડે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ઘોઘંબા ખાતે મા-બાપ વિનાની એક છોકરીને દાઉદ્રા ના વનરાજ સાથે પ્રેમસંબંધ બંધાયા હતા જે બંને પ્રેમી પંખીડાઓએ અગમ્ય કારણોસર મોરિયા ડુંગર ઉપર જઈ સજોડે ગળે ફાંસો ખાઇ મોતને વહાલું કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે મરનાર સગીરને અન્ય ત્રણ બહેનો છે કોરોના માં માં-બાપ ગુમાવ્યા બાદ ચાર બહેનો એકલી રહેતી હતી તેમનું પરિવાર સરકારી સહાય ઉપર નભતું હતું ત્યારે મોટી બહેને ગંભીર પગલું ભરતાં ત્રણ નાની બહેનો નોંધારી બની ગઈ હતી પ્રેમ સંબંધમાં આપઘાતના કિસ્સાઓ પંથકમાં ચકચાર જગાવી હતી
