
પંચમહાલના શહેરા તાલુકાના ડુમેલાવ ગામના જંગલમાંથી મંગળવારના રોજ ગોધરા તાલુકાના કુંડલા ગામની 32વર્ષીય પરણિતાની લાશ મળી આવાના મામલે ભુવાનો કામ કરતી પ્રેમી એ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.મૃતક રંજન અને ભુવા દિલીપને પ્રેમ સંબંધ હોવા સાથે મરણ જનાર હત્યારા સાથે રહેવાની જીદ કરતા મોત મળ્યું હતું. જોકે મૃતક રંજનની લાશ પાસે શ્રીફળ સહિતની સામગ્રી મળી આવતા પોલીસે તાંત્રિક વિધિ કરી હોવાની આશંકાએ માતરીયા ગામના ભુવાની પૂછપરછ કરતા સમગ્ર હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ડુમેલાવ ગામના જંગલમાંથી મંગળવારના રોજ હત્યા કરેલી મહિલાની લાશ મળી આવી હતી.જોકે આ લાશ બાજુમા આવેલા કુંડલા ગામની પરિણીતા રંજન કેવળ પટેલની હોવાની વિગતો મળી હતી. આ લાશની પાસે નાળિયેર મળી આવતા તાંત્રિક વિધી માટે હત્યા કરી હોવાની આંશકાઓ પણ વ્યકત કરવામા આવી હતી.આ મામલે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી અને નાયબ પોલીસ વડા એન. વી.પટેલ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર અંકુર ચૌધરી દ્વારા આ બનેલી હત્યાની ઘટનાને ગંભીરતાને લેવામાં આવીને આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. સાથે જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ, એસ. ઓ.જી સહિતની અલગ અલગ ટીમો દ્વારા પણ હત્યાનો ભેદ ઉકેલવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જોકે પોલીસ દ્વારા રંજનની લાશ ની પાસેથી શ્રીફળ સહિતની સામગ્રી મળી આવતા તાંત્રિક વિધિની આશંકાએ અમુક શંકમદો ની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં માતરીયા ગામના ભુવા તરીકે ઓળખાતો દિલીપ ગલા ડામોર ની કડકાઈથી પૂછપરછ કરવામાં આવતા તેને હત્યા કરી હોવાનું કબુલ કરવા સાથે મૃતક રંજન પટેલ ના સાથે પ્રેમ સંબંધ હતા,જ્યારે મરણ જનાર ને તેના પતિ કેવળ સાથે અણ બનાવ બનતા સાથે રહેવાની જીદ કરતા ભુવા દિલીપ
એ દર વખતે જે જગ્યાએ મળતા હતા એ જંગલમાં રાત્રે બાધા કરવાની હોવાનું કહીને રંજન ને બોલાવી હતી.

આરોપી દિલીપ એ રંજનના ગળામાં સાયકલ નો તુટેલ બ્રેકનો વાયર નો ગાળિયો બનાવી નાખી ખેંચીને હત્યા કરી હતી જો કે હત્યા કર્યા બાદ મૃતક રંજન નો મોબાઇલ આરોપી દિલીપ એ પોતાની સાથે લઈ જઈને પાદરડી ગામના તળાવ ના કિનારે રોડ પરથી ફેંકી દઈને પોતે ઘરે જતો રહ્યો હતો, જોકે પોલીસની મહેનત અને ટેકનિકલ થી તેમજ હુમન સોસથી તપાસ કરતા આ હત્યાનો ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મળી હતી. આ બનેલી ઉપરોક્ત ઘટનાને જોતા પ્રેમ સંબંધ ના કારણે બે દીકરાઓએ પોતાની માતા જ્યારે એક પત્તિએ પોતાની પત્ની અને પિયર પક્ષના લોકોએ પોતાની દીકરી ગુમાવી હતી.