ગોધરા,
સોશિયલ મીડિયામાં આજ રોજ વહેલી સવારથી જ યુવાઓ સાથે પરણિત યુગલો એ પણ બી માય વેલેન્ટાઇન ની પોસ્ટ મૂકી સોશિયલ મીડિયા ગજવી મૂક્યું હતું. તો આજે ગુલાબ નાં ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો.
ગોધરા શહેરમાં યુવાઓ દ્વારા વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજીયનો દ્વારા વેલેન્ટાઇન ડે નાં દિવસે શહેરમાં આવેલી વિવિધ કોલેજો ખાતે કોલેજના યુવક યુવતીઓ ભેગા થઈ ઉજવણી કરી હતી. ત્યારે વેલેન્ટાઇન ડે નિમિતે શહેરમાં આવેલી ગિફ્ટ આર્ટિકલ, ગ્રીટિંગ કાર્ડ, ચોકલેટ્સ, ટેડી બિયર,કપડાંની દુકાનોને વિવિધ રીતે સજાવવામાં આવી હતી. તો સાથે સાથે યુવાઓએ વિવિધ ગિફ્ટ આર્ટિકલ, ગ્રીટિંગ કાર્ડ, ગુલાબ, ટેડી બિયરની ખરીદી પણ કરી હતી. ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં યુવાઓ દ્વારા વેલેન્ટાઇન ડે ની ઉજવણી માટે અનેરો થનગનાટ સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે ગોધરા શહેર ની આજુ બાજુમાં આવેલી હાઇવે હોટલો, રેસ્ટોરન્ટ ઉપર કોલેજના યુવક યુવતીઓ તેમજ પ્રેમી પંખીડાઓ થી ઉભરાયેલી જોવા મળી હતી. ત્યારે ગોધરા શહેરમાં આજ રોજ ગુલાબ પણ મોંઘા થયા હતા. પ્રેમને અભિવ્યક્ત કરવા માટે આજ કાલ યુવાઓની સાથે પરણિત યુગલોમાં પણ ભારે ઉત્સાહ જણાયો હતો. આજ રોજ વહેલી સવાર થી જ સોશિયલ મીડિયામાં યુવાઓ સહિત પરણિત યુગલો એ બી માય વેલેન્ટાઇન ની પોસ્ટ મૂકી સોશિયલ મીડિયા ગજવી મૂક્યું હતું.