પ્રવિણભાઈ બાબરભાઈ ચાવડાને 30 (ત્રીસ) દિવસમાં નજીકના સંબધિત પોલીસ સ્ટેશન સમક્ષ હાજર થવા આદેશ કરવામાં આવે છે

પ્રવિણભાઈ બાબરભાઈ ચાવડા જે જેઓ જુના રાબડીયા, ખલાસા ફળિયું, તા.લુણાવાડા જી.મહીસાગર, ની- નરકાયદેસર વિદેશી દારૂ જાતે તેમજ સાગરીતોની મદદથી હેરાફેરી કરી તેના રહેણાંક વિસ્તારમાં તેમજ તેના કબજા ભોગવટા વાળા મકાનમાં તથા તેના સાગરીતોના મકાનમાં સંગ્રહ કરી તેનું વેચાણ કરવાની ગુનાહિત અસામાજીક પ્રવૃત્તિ જાહેર વ્યવસ્થાને જાળવણીમાં બાધકરૂપ હોય પ્રવિણભાઈ બાબરભાઈ ચાવડાને ગુજરાત અસામાજીક પ્રવૃત્તિઓ અટકાવવા બાબતના અધિનિયમ-1985ની કલમ-3(2) થી મળેલ સત્તા અન્વયે હુકમ ક્રમાંક.એમએજી/પાસા/એસ.આર.નં.01/ 2024/વશી/872/2024, તા.24/04/2024થી અટકાયત કરવા માટે અટકાયત હુકમ જારી કરવામાં આવેલ છે.

નિવારક અટકાયત હુકમની બજવણી માટે સતત પ્રયત્ન કરતા પોલીસ અધિક્ષક મહીસાગર નાઓના વંચાણે લીધેલ તા.20/06/2024 ના અહેવાલ પરથી નિવારક અટકાયત હુકમ કરવામાં આવેલ છે તે પ્રવિણભાઈ બાબરભાઈ ચાવડા ફરાર થઇ ગયેલ છે અથવા છુપાતો ફરે છે અને એવી રીતે છુપાતો ફરે છે કે, તેની નિવારક અટકાયત કરવા માટે જારી કરવામાં આવેલ તા.24/04/2024ના અટકાયત હુકમની બજવણી કરી શકાતી નથી. જેથી ગુજરાત અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા બાબતના અધિનિયમ-1985ની કલમ-8 (2) (ક) થી મળેલ અધિકારો અન્વયે સદરહુ ફરારી ( ભાગેડુ) વ્યકિત પ્રવિણભાઈ બાબરભાઈ ચાવડા, રહે. જુના રાબડીયા, ખલાસા ફળિયુ, તા.લુણાવાડા જી.મહીસાગરને આ હુકમની તારીખથી 30 (ત્રીસ) દિવસમાં લુણાવાડા, જી.મહીસાગર ખાતે જીલ્લા મેજીસ્ટ્રેટ કચેરી અથવા પોલીસ અધિક્ષક મહીસાગર લુણાવાડા સમક્ષ કે નજીકના સંબધિત પોલીસ સ્ટેશન સમક્ષ હાજર થવા આદેશ કરવામાં આવે છે.

સદર ઈસમ પ્રવિણભાઈ બાબરભાઈ ચાવડા આ હુકમનું પાલન ઉપરોકત નિર્દિષ્ટ સમયમાં ના કરે તો ગુજરાત અસામાજીક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત અધિનિયમ-1985ની કલમ-8 (2) (ખ) મુજબની શિક્ષા માટે કાર્યવાહી કરવામાં આવશે.