પ્રવાસન વધારવા પર ગુજરાત સરકારનો ભાર, ૭૭૦ કરોડના ૧૦ એમઓયુ પર હસ્તાક્ષર

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પર્યટનના વિકાસ માટે રૂપિયા 770 કરોડના પ્રસ્તાવિત મૂડીરોકાણ સાથે દસ મેમોરેન્ડા ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પહેલમાં ચાર સ્ટાર રિસોર્ટ, મનોરંજન ક્ષેત્ર અને સાંસ્કૃતિક થીમ પાર્કની સ્થાપનાનો સમાવેશ થાય છે.

રૂપિયા 145 કરોડના રોકાણના હેતુ સાથેનો એક એમઓયુ આદિવાસી બહુલ નર્મદા જિલ્લામાં ફોર સ્ટાર રિસોર્ટ, કોન્ફરન્સ અને કન્વેન્શન એરિયાની સ્થાપના માટે સમર્પિત છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ 450 થી વધુ સ્થાનિક આદિવાસીઓ માટે રોજગારીની તકો ઊભી કરવાનો છે.

આગામી જાન્યુઆરી મહિનામાં ગાંધીનગરમાં ‘વાયબ્રન્ટ ગુજરાત’ સમિટનું આયોજન કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય રાજ્યને રોકાણ માટે સૌથી અનુકૂળ સ્થળ તરીકે રજૂ કરવાનો છે. ગુજરાત પ્રવાસન નિગમ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા રાજ્યના પ્રવાસન, વન અને પર્યાવરણ મંત્રી મુલાભાઈ બેરાની હાજરીમાં આયોજિત ૧૫મી વાષક બેઠકમાં એમઓયુની આપ-લે કરવામાં આવી હતી.

આદિવાસી પ્રભુત્વ ધરાવતા નર્મદા જિલ્લામાં ફોર સ્ટાર રિસોર્ટ, કન્વેન્શન એરિયા સ્થાપવા માટે રૂ. ૧૪૫ કરોડના રોકાણના ઉદ્દેશ્ય સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, એમ રિલીઝમાં જણાવાયું હતું. તેનો ઉદ્દેશ ૪૫૦ થી વધુ સ્થાનિક આદિવાસીઓ માટે રોજગારીની તકો ઊભી કરવાનો છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વર્લ્ડ ક્લાસ એન્ટરટેઈનમેન્ટ ઝોન અને કલ્ચર થીમ પાર્કના નિર્માણ માટે રૂ. ૪૦૦ કરોડના રોકાણ માટે અન્ય એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જે ૧,૧૦૦ લોકોને રોજગારી પૂરી પાડશે.

ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં સિનેમેટિક ટુરિઝમના હેતુ માટે રૂ. ૨૨૫ કરોડના રોકાણના ઉદ્દેશ્ય સાથે બે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. તેમાં ૨,૫૦૦ સ્થાનિક લોકો માટે રોજગારી પેદા કરવાની ક્ષમતા છે. ગુજરાતને એડવેન્ચર ટુરિઝમ સ્ટેટ તરીકે વિક્સાવવા માટે એક્તા નગર ખાતે યોજાયેલી કોન્ફરન્સ દરમિયાન એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

રાજ્યના પ્રવાસન, વન અને પર્યાવરણ મંત્રી મુલાભાઈ બેરાએ જણાવ્યું હતું કે ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર દેશ અને વિશ્ર્વના લોકોને આકર્ષવા માટે વિકસિત થયું છે. દિવાળીની રજાઓમાં ૪૨ લાખ લોકોએ ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી. આજે ગુજરાતે વિશ્ર્વના પ્રવાસન નકશા પર પોતાની ઓળખ બનાવી છે. તમામ વય જૂથો માટે પ્રવાસન ક્ષેત્રે નવીન પ્રોજેક્ટ્સ વિક્સાવવામાં આવ્યા છે.