- દેશના ૧૪૦ કરોડ લોકો એકએક વૃક્ષ વાવે તો કેટલું મોટું કામ થાય.
રાજ્યપાલ અને રાજ્યની યુનિવસટીઓના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતે આજે તમામ યુનિવસટીઓના કુલપતિઓને કહ્યું હતું કે, પ્રત્યેક યુનિવસટી કોઈપણ એક રમત નક્કી કરે અને પસંદગીની એ રમતમાં પોતાની યુનિવસટીના યુવાનોને ’ચેમ્પિયન’ બનાવે. વર્ષ – ૨૦૩૬ માં ભારત-ગુજરાત ઓલિમ્પિકના યજમાન બનવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે આપણા યુવાનોને રમતગમતમાં વિશેષરૂપે તૈયાર કરવા ખૂબ જરૂરી છે. આ માટે દરેક યુનિવસટી એકબીજા સાથે ચર્ચા કરીને રમતની પસંદગી કરે, પોતાની યુનિવસટીના સ્પોર્ટ્સ વિભાગને વધુ સુદ્રઢ કરે અને રમતના મેદાનો તૈયાર કરે.
રાજ્યની યુનિવસટીઓના કુલપતિઓને વિડિયો કોન્ફરન્સિંગના માયમથી માર્ગદર્શન આપતાં આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, યુવાનો ઊર્જા અને શક્તિનો અખૂટ સ્ત્રોત છે. તેમની ઊર્જાને યોગ્ય દિશા આપવાની આવશ્યક્તા હોય છે. ગુજરાત વેપાર-ઉદ્યોગ સહિત અનેક ક્ષેત્રોમાં અગ્રેસર છે એમ રમત-ગમતમાં પણ ભારતનું નેતૃત્વ કરવા ગુજરાતના યુવાનો આગળ આવે. રમત-ગમતથી શારીરિક વિકાસની સાથોસાથ યુવાનોનો બૌદ્ધિક વિકાસ પણ થાય છે.
’એક પેડ માં કે નામ’ વૃક્ષારોપણ-જતન-સંવર્ધનના આ મહાઅભિયાનમાં યુનિવસટીઓના યુવાનો સક્રિયતાથી સહભાગી થાય એવો અનુરોધ કરતાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, દેશના ૧૪૦ કરોડ લોકો એકએક વૃક્ષ વાવે તો કેટલું મોટું કામ થાય. કુલપતિઓ એક દિવસ નિશ્ર્ચિત કરે અને તમામ કોલેજોના છાત્રો પ્રમાણિક્તાપૂર્વક આ મિશનમાં જોડાઈને વૃક્ષ વાવે, પરિવારજનો, મિત્રોને પણ વૃક્ષારોપણની પ્રેરણા આપે. વૃક્ષારોપણ પછી માત્ર બે વર્ષ આપણે વૃક્ષની કાળજી લેવાની છે, ત્યાર પછી એ વૃક્ષ આખી જિંદગી આપણી સંભાળ રાખશે. આપણી આવનારી પેઢીઓનું પણ કલ્યાણ કરશે.
ગુજરાતના મહાન સપૂત સરદાર વલ્લભભાઈ પટેલે આઝાદ ભારતને એક્તાના સૂત્રમાં બાંધવાનું મહાન કાર્ય કર્યું છે. ગુજરાતની યુનિવસટીઓના યુવાનો ઉત્સાહપૂર્વક અન્ય રાજ્યોના યુવાનો સાથે સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે અને રાષ્ટ્રીય એક્તાની ભાવનાને વધુ મજબૂત કરે. એમ કહીને રાજ્યપાલશ્રીએ કુલપતિઓને આ દિશામાં યુવાનોને પ્રેરણા મળે તેવા કાર્યક્રમોના આયોજન કરવા અનુરોધ કર્યો હતો.
વિડિયો કોન્ફરન્સના આરંભે રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારે સ્વાગત ઉદ્બોધન કર્યું હતું. અંતમાં ઉચ્ચ શિક્ષણ કમિશનર ગુરવ દિનેશ રમેશે સૌનો આભાર માન્યો હતો. આ બેઠકમાં કૃષિ યુનિવસટીઓના કુલપતિઓ સહિત તમામ યુનિવસટીઓના કુલપતિઓ વર્ચ્યુઅલી જોડાયા હતા.