પ્રતીક્ષા પૂરી થઈ, અમેરિકામાં હિન્દુ સંગઠને સીએએના અમલ પર ખુશી વ્યક્ત કરી

નવીદિલ્હી, ભારતમાં નાગરિક્તા સંશોધન કાયદો અમલમાં આવ્યો છે. આ કાયદાનું નોટિફિકેશન સોમવારે બહાર પાડવામાં આવ્યું હતું. આ સાથે જ બહારથી ભારતમાં આવતા બિન-મુસ્લિમ લોકો માટે નાગરિક્તાનો રસ્તો સાફ થઈ ગયો છે. વિશ્ર્વભરના હિન્દુ સંગઠનો આ કાયદાના અમલની ઉજવણી કરી રહ્યા છે. અમેરિકામાં પણ હિંદુ સંગઠનોએ નાગરિક્તા સંશોધન કાયદો (સીએએ) લાગુ થવા પર ખુશી વ્યક્ત કરી છે. આ અંગે સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુહાગ શુક્લાએ કહ્યું કે ભારતમાં સીએએની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. તેનો અમલ કરવાની પણ જરૂર હતી. હવે આ પ્રતિક્ષાનો અંત આવ્યો છે. શરણાર્થીઓને આ કાયદાથી રક્ષણ મળશે.

આ પહેલા સોમવારે સીએએ કાયદાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. આ સાથે ભારતમાં આગામી લોક્સભા ચૂંટણી પહેલા નાગરિક્તા સંશોધન કાયદા એટલે કે સીએએના નિયમો અમલમાં આવી ગયા છે. તેના પર હિંદુ અમેરિકન જૂથોએ કહ્યું કે ઝ્રછછ ની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી અને તે અમેરિકામાં શરણાર્થીઓ માટે કરવામાં આવેલા લૌટેનબર્ગ સુધારાને પ્રતિબિંબિત કરે છે.

અમેરિકન હિંદુ સંગઠન એટલે કે એચએએફ એ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે કેટલીકવાર ઝ્રછછને લઈને ખોટી માહિતી આપવામાં આવે છે. સીએએ કોઈપણ ભારતીય નાગરિકના અધિકારોમાં ફેરફાર કરતું નથી કે તે સામાન્ય ઈમિગ્રેશન માટે ચેક સ્થાપિત કરતું નથી. તે મુસ્લિમોને ભારતમાં આવતા અટકાવતું નથી. ઉત્તર અમેરિકાના હિંદુઓના ગઠબંધનના પુષ્પિતા પ્રસાદે કહ્યું કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં અત્યાચાર ગુજારાયેલા ધામક લઘુમતીઓના માનવાધિકાર માટે આ એક મોટી જીત છે. તેમણે કહ્યું કે ભારતમાં રહેતા લોકો પર સીએએની કોઈ અસર નહીં થાય.

સીએએ નોટિફિકેશન બહાર પડવાથી, ૨૦૧૪ પહેલા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારતમાં આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિક્તા મળવાનું શરૂ થઈ જશે. સીએએના નવા કાયદા હેઠળ, મોદી સરકાર હવે ૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓ – અત્યાચાર ગુજારાયેલા બિન-મુસ્લિમ સ્થળાંતરીઓને ભારતીય નાગરિકત્વ આપવાનું શરૂ કરશે.

નવા સીએએ કાયદા હેઠળ, મોદી સરકાર ૩૧ ડિસેમ્બર, ૨૦૧૪ સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા હિંદુઓ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓ – અત્યાચાર ગુજારાયેલા બિન-મુસ્લિમ સ્થળાંતરીઓને ભારતીય નાગરિકત્વ આપવાનું શરૂ કરશે. નોંધનીય છે કે સીએએ ડિસેમ્બર ૨૦૧૯માં પસાર કરવામાં આવ્યું હતું અને તેને રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી અને આજે તેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને તેને દેશભરમાં લાગુ કરવામાં આવ્યું છે.

ગૃહ મંત્રાલયે અરજદારોની સુવિધા માટે એક પોર્ટલ તૈયાર કર્યું છે અને સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, અરજદારોએ ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ વિના ભારત ક્યા વર્ષમાં આવ્યા હતા તેની જાહેરાત કરવી પડશે. અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો પૂછવામાં આવશે નહીં. કાયદા અનુસાર, ત્રણ પડોશી દેશોના બિનદસ્તાવેજીકૃત લઘુમતીઓને સીએએ હેઠળ લાભ મળશે.