મુંબઇ,
પ્રતીક બબ્બરે સાઉથની અભિનેત્રી પ્રિયા બેનર્જી સાથે રિલેશનશીપમાં હોવાની સત્તાવાર જાહેરાત કરી છે. વેલેન્ટાઈન ડેએ તેણે પ્રિયા સાથેની તસવીરો શેર કરી પોતાના પ્રેમની દાંડી પીટી હતી.
પીઢ અભિનેતા રાજ બબ્બર અને સ્વ. સ્મિતા પાટીલના પુત્ર પ્રતીક બબ્બર કારકિર્દીની બદલે અંગત જીવનને લીધે વધુ ચર્ચામાં રહે છે. પ્રતીક બબ્બરે ૨૦૧૯માં સાન્યા સાગર સાથે લગ્ન કર્યા હતા જોકે એ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહોતો અને બન્ને છુટા પડી ગયા હતા.
પ્રતીકની નવી પ્રેમિકા પ્રિયા સાઉથની અભિનેત્રી છે. તેણે ઐશ્ર્વર્યા રાય સાથે ’જજ્બા’ નામની હિંદી ફિલ્મમાં કામ કર્યું હતું. પ્રતીક અને પ્રિયા એક વર્ષથી એકબીજાના પરિચયમાં છે. એક કોમન ફ્રેન્ડ દ્વારા બંનેની મુલાકાત થઈ હતી. પ્રતીકને હિંદી ફિલ્મોમાં ખાસ સફળતા મળી નથી પરંતુ સંખ્યાબંધ ઓટીટી સીરિઝ દ્વારા તે ઓટીટીનો જાણીતો ચહેરો બની ચૂક્યો છે.