
- પ્રતિ કૃષિ પરિવાર સરેરાશ માસિક આવક (૨૯,૩૪૮ રૂપિયા)ની સાથે મેધાલય દેશભરમાં ટોચ પર છે.
ચંડીગઢ,
પ્રતિ કિસાન પરિવારની સરેરાશ માસિક આવકના મામલામાં પંજાબ દેશમાં બીજા સ્થાન પર છે.રાજયભાના ચાલી રહેલ સત્રમાં કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા આંકડામાં આ તથ્ય સામે આવ્યું છે.મંત્રી નરેન્દ્ર સિંહ તોમર આમ આદમી પાર્ટીના રાજયસભા સાંસદ સંજીવ અરોડાના સવાલનો જવાબ આપી રહ્યાં હતાં.
જાણકારી અનુસાર પ્રતિ કૃષિ પરિવાર સરેરાશ માસિક આવક ( ૨૯,૩૪૮ રૂપિયા)ની સાથે મેધાલય દેશભરમાં ટોચ પર છે. બીજા નંબર પર પંજાબ (૨૬,૭૦૧ રૂપિયા) ત્યારબાદ હરિયાણા(૨૨,૮૪૧ રૂપિયા),અરૂણાચલ પ્રદેશ (૧૯,૨૨૫ રૂપિયા),જમ્મુ અને કાશ્મીર(૧૮,૯૧૮ રૂપિયા),કેન્દ્ર શાસિત પ્રદેશોના સમૂહ (૧૮,૫૧૧ રૂપિયા),મિઝોરમ (૧૭,૯૬૪ રૂપિયા) કેરલ (૧૭,૯૧૫) પૂર્વોત્તર રાજયોનું સમૂહ (૧૬,૮૬૩ રૂપિયા),ઉત્તરાખંડ (૧૩,૫૫૨ રૂપિયા),કર્ણાટક (૧૩,૪૪૧ રૂપિયા),ગુજરાત (૧૨,૬૩૧ રૂપિયા) રાજસ્થાન(૧૨,૫૨૦ રૂપિયા) સિક્કીમ (૧૨,૪૪૭ રૂપિયા) અને હિમાચલ પ્રદેશ (૧૨,૧૫૩ રૂપિયા છે),
અરોડાએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે જો આપણે રોકડ પાકો પર વધુ નિર્ભર રાજયો પર વિચાર કરીએ છીએ તો પંજાબ મેધાલયની સાથે બાગવાની અને ફળોના મુખ્ય હિસ્સાની સાથે પહેલા સ્થાન પર રહીશું પંજાબમાં ઉત્પાદિત મુખ્ય પાકોમાં ચોખા ધઉ મકાઇ બાજરો,શેરડી તલ અને કપાસ સામેલ છે પરંતુ ચોખા અને ઘઉ કુલ સકલ પાક વિસ્તારનો ૮૦ ટકા હિસ્સો છે અરોડાએ કહ્યું કે મુખ્યમંત્રી ભગવંત માન રાજયમાં કિસાનોની સ્થિતિને વધુ સારી બનાવવા માટે હરસંભવ પ્રયાસ કરી રહ્યાં છે.ઉદાહરણ આપતા કહ્યું કે તેમણે કહ્યું કે ઓકટોબરમાં મુખ્યમંત્રીએ શેરીના મૂલ્ય ૩૬ રૂપિયા પ્રતિ કિવંટલથી વધારી ૩૮૦ રૂપિયા પ્રતિ કિવંટલ કરવાની જાહેરાત કરી હતી આવું કિસાનોની આવક વધારવાના હેતુથી કરવામાં આવ્યું હતું. પંજાબમાં હાલ ૧.૨૫ લાખ હેકટરમાં શેરડીની ખેતી થાય છે.સાંસદે કહ્યું કે મુખ્યમંત્રીએ પાકોના ન્યુનતમ સમર્થન મૂલ્ય (એમએસપી)ને કાનુની ગેરંટી આપવાનું આશ્ર્વાસન આપ્યું છે.